વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ટુંડાવ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં કર્મઠ અને ઉત્સાહી શિક્ષિકા બીનાબેન સોલંકીએ નવી દિલ્હીના દ્વારકા સેક્ટર ૭ ખાતે યોજાયેલી CCRT ની રાષ્ટ્રીય ઓરિએન્ટેશન કોર્સ તાલીમમાં ભાગ લઈ ગુજરાત રાજ્યનું સુંદર અને અસરકારક પ્રેઝન્ટેશન કરીને ગૌરવ વધાર્યું છે.
તા. ૪ ઓગસ્ટ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ રાષ્ટ્રીય કક્ષાની તાલીમમાં ૧૬ રાજ્યોમાંથી આવેલા શિક્ષકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી ત્રણ શિક્ષક પસંદગી પામ્યા હતા.આ તાલીમ દરમિયાન બીના એસ. સોલંકીએ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા, લોકસંગીત, લોકનૃત્ય, પરંપરાગત વેશભૂષા, હસ્તકલા અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું જીવંત પ્રેઝન્ટેશન કર્યું હતું.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) માં ભારતીય સંસ્કૃતિ, સ્થાનિક વારસો અને લોકકલાઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે ત્યારે ગુજરાતના ગરબા અને લોકસંસ્કૃતિના રંગોથી લઈને સમૃદ્ધ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસા સુધીની સુંદર ઝાંખી પ્રસ્તુત કરી ઉપસ્થિત સહભાગીઓનું ધ્યાન આકર્ષ્યું હતું. વિવિધ રાજ્યોના શિક્ષકો વચ્ચે થયેલા સાંસ્કૃતિક આદાન-પ્રદાન દ્વારા 'વિવિધતામાં એકતા' ની ભાવના વધુ મજબૂત બની હતી.

ત્રણ સપ્તાહ સુધી ચાલેલી CCRT ની આ તાલીમમાં ભારતીય કલા અને સંસ્કૃતિને શિક્ષણ સાથે કેવી રીતે અસરકારક રીતે સાંકળી શકાય તે અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, કલા આધારિત શૈક્ષણિક કાર્યશાળા અને દેશના વિવિધ રાજ્યોના શિક્ષકો સાથે વિચાર-વિમર્શ દ્વારા અનેક નવા અનુભવો પ્રાપ્ત થયા.
આ CCRT તાલીમ માત્ર તાલીમ ન રહી પરંતુ જ્ઞાન, અનુભવ, સર્જનાત્મકતા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાવાની એક યાદગાર યાત્રા બની રહી. આ તાલીમમાં પ્રાપ્ત થયેલ જ્ઞાન અને અનુભવોનો ઉપયોગ હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, સર્જનાત્મકતા, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરવામાં આવશે. કલા અને સંસ્કૃતિને શિક્ષણ સાથે સાંકળીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નવીન પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવી ઉત્તમ અને પ્રેરણાદાયી તાલીમનું આયોજન કરવા બદલ CCRTના આયોજકો, GCERT તથા તમામ સહભાગીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
ટુંડાવ પ્રાથમિક શાળા માટે ગૌરવની બાબત એ છે કે તેના શિક્ષિકા બીનાબેન સોલંકીએ રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત તાલીમ કાર્યક્રમમાં ગુજરાતનું સફળ અને અસરકારક પ્રેઝન્ટેશન કરીને શાળા, તાલુકા અને વડોદરા જિલ્લાનું નામ રોશન કર્યું છે.
“ગુજરાતની ધરતીના રંગો જ્યારે રાષ્ટ્રીય મંચ પર ખીલે,
ત્યારે સંસ્કૃતિ માત્ર રજૂઆત નથી રહેતી – તે સમગ્ર ભારતને જોડતો એક જીવંત ઉત્સવ બની જાય છે.”
“ગુજરાતની ધરતીના રંગો જ્યારે રાષ્ટ્રીય મંચ પર ખીલે,
ત્યારે સંસ્કૃતિ માત્ર રજૂઆત નથી રહેતી – તે સમગ્ર ભારતને જોડતો એક જીવંત ઉત્સવ બની જાય છે.”
Reporter: admin