વડોદરા: જન્માષ્ટમીના પાવન પર્વને લઈને વડોદરાના ઇસ્કોન મંદિરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી અને વધામણા માટે મોટી સંખ્યામાં ભક્તો ઇસ્કોન મંદિરે ઉમટી પડ્યા હતા.

ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ ઇસ્કોન મંદિરે પહોંચ્યા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે ઇસ્કોન મંદિરે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની અવરજવર જોવા મળી હતી.
Reporter: admin







