દુબઈ: મહિલા એશિયા કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો ગ્રુપ-એના મુકાબલામાં આમને-સામને થશે. ભારતે પોતાની શરૂઆતની બંને મેચમાં શાનદાર જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, પાકિસ્તાન માટે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હારની સ્થિતિમાં તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડી શકે છે.
ભારતીય ટીમ જીતની લય જાળવી રાખીને ગ્રુપ તબક્કાનો અંત મજબૂત પ્રદર્શન સાથે કરવા માગશે. ટીમની નજર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા જેવી મુખ્ય બેટર્સ પર રહેશે. મંધાનાએ અગાઉની મેચમાં હોંગકોંગ સામે 124 રનની શાનદાર ઇનિંગ રમીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો.
બીજી તરફ, પાકિસ્તાનની ટીમ ભારત સામે સારું પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. બંને ટીમો વચ્ચેના આ મુકાબલાને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Reporter: admin







