News Portal...

Breaking News :

કુબેર ભવનમાં રિનોવેશન દરમિયાન ભીંત ધરાશાયી

2026-09-05 14:21:46
કુબેર ભવનમાં રિનોવેશન દરમિયાન ભીંત ધરાશાયી

વડોદરા: વડોદરાના કુબેર ભવન ખાતે રિનોવેશનની કામગીરી દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભીંતનો એક ભાગ મજૂરો ઉપર પડ્યો હતો. અકસ્માતમાં એક મજૂર ભીંત નીચે દબાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક રિક્ષા મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વડોદરાના મધ્યમાં આવેલા કુબેર ભવન ખાતે છેલ્લા ઘણા સમયથી રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. સરકારી કચેરી જર્જરીત હોવાના કારણે અહીં રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભીંતનો એક ભાગ બે મજૂરો ઉપર પડ્યો હતો. જેમાં એક મજૂર ભીંત નીચે દબાઈ ગયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

અકસમાત બાદ ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્પેશિયલ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. અકસ્માતની જાણ થતાં પરિવારજનો ઉપર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

Reporter: admin

Related Post