News Portal...

Breaking News :

ઈસ્કોન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

2026-09-05 14:51:28
ઈસ્કોન મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

વડોદરા: સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમી પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરાના ઈસ્કોન મંદિરે પણ કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

વહેલી સવારથી જ ઈસ્કોન મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બાળગોપાળને પારણે ઝુલાવવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ‘જય શ્રીકૃષ્ણ’ અને ‘હરે કૃષ્ણ’ના નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

ભક્તોએ બાળલાલજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે પંજરી અને સાકરના પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post