ભારતની પ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય રેલવે દેશમાં વિકસિત B28 ટ્રેનસેટ તૈયાર કરી રહ્યું છે, જેની ડિઝાઇન સ્પીડ 280 કિલોમીટર પ્રતિ કલાક છે. રેલવેનો લક્ષ્યાંક તેનો પ્રથમ પ્રોટોટાઇપ 2027ના પ્રથમ ત્રિમાસિક સુધી તૈયાર કરવાનો છે. ત્યારબાદ ટ્રેનનું વ્યાપક ટેસ્ટિંગ અને ટ્રાયલ કરવામાં આવશે.
B28 ટ્રેનસેટનું નિર્માણ ભારતમાં કરવામાં આવી રહ્યું છે. રેલવેએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના પ્રારંભિક ભાગમાં આ સ્વદેશી ટ્રેનસેટના સંચાલનની યોજના બનાવી છે. ઉપલબ્ધ માહિતી મુજબ, સુરત-વાપીના 97 કિલોમીટર લાંબા સેકશન પર ઓગસ્ટ 2027માં સેવા શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પ્રોટોટાઇપ તૈયાર થયા બાદ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) તેનું ટેસ્ટિંગ કરશે. આ દરમિયાન ટ્રેનની ઝડપ, સુરક્ષા, બ્રેકિંગ, સ્થિરતા અને અન્ય ટેક્નિકલ પાસાઓની તપાસ કરવામાં આવશે. સફળ પરીક્ષણ બાદ જ નિયમિત સંચાલનની દિશામાં આગળ વધવામાં આવશે.
સ્વદેશી B28 ટ્રેનસેટનો વિકાસ ભારતમાં હાઈ-સ્પીડ રેલ ટેક્નોલોજી અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Reporter: admin







