સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ગ્લોબલ (બૃહદ) દ્વારા મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિમણૂકો કરવામાં આવી છે. જેમાં વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાની સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર ગ્લોબલ (બૃહદ)ના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વડોદરાના પ્રમુખ તરીકે ડો. મિતેશભાઈ શાહ અને મહામંત્રી તરીકે નૈતિકભાઈ શાહની નિમણૂક કરવામાં આવી છે.

આ નિમણૂકોને પગલે સંગઠનના વિવિધ હોદ્દેદારો તથા સભ્યો દ્વારા નવી જવાબદારી સંભાળનાર તમામ આગેવાનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સંગઠનના વિકાસ અને સમાજના હિત માટે નવી ટીમ દ્વારા વધુ સક્રિય કામગીરી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ તમામ નિમણૂકો અંગે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના સર્વ સભ્યોને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
Reporter: admin







