News Portal...

Breaking News :

અમદાવાદમાં પહેલીવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ, 19 દેશોના 100થી વધુ ખેલાડીઓની ટક્કર

2026-09-03 17:50:05
અમદાવાદમાં પહેલીવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ, 19 દેશોના 100થી વધુ ખેલાડીઓની ટક્કર

અમદાવાદમાં પહેલીવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 19 દેશોના 100થી વધુ પેરા તીરંદાજો ભાગ લેશે.

મેક્સિકો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કઝાકિસ્તાન, અમેરિકા, બાંગ્લાદેશ, ભૂટાન અને ઈરાન સહિતના દેશોના ખેલાડીઓ અમદાવાદમાં તીરંદાજીમાં પોતાની તાકાત બતાવશે. સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, ડબલ્યુ-1 અને દૃષ્ટિની ક્ષતિ ધરાવતા ખેલાડીઓની કેટેગરીમાં મુકાબલા યોજાશે.

ભારત માટે આ સ્પર્ધા ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે દેશ પહેલીવાર વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝનું યજમાન બન્યું છે. આ આયોજન આર્ચરી એસોસિએશન ઑફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા પણ સહયોગ આપી રહ્યા છે.

4 સપ્ટેમ્બરે સ્પર્ધાનું ઉદ્ઘાટન થશે. ભારત તરફથી પેરિસ પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ, વર્લ્ડ ચેમ્પિયન અને પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, અર્જુન એવોર્ડ વિજેતા રાકેશ કુમાર અને પેરાલિમ્પિયન શ્યામ સુંદર સ્વામી પણ મેદાનમાં ઉતરશે.

Reporter: admin

Related Post