News Portal...

Breaking News :

તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળની વિનાશક પૂર દુર્ઘટના વચ્ચે ફરી ધ્રુજી ધરા

2026-09-03 16:17:06
તિબેટમાં 5ની તીવ્રતાનો ભૂકંપ, નેપાળની વિનાશક પૂર દુર્ઘટના વચ્ચે ફરી ધ્રુજી ધરા

તિબેટ: નેપાળ-તિબેટ સરહદ વિસ્તારમાં ગયા અઠવાડિયે આવેલી વિનાશક પૂર દુર્ઘટના વચ્ચે ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ તિબેટમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની ઊંડાઈ આશરે 14 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર તિબેટમાં આવેલું હતું. ભૂકંપના આંચકા ઉત્તરાખંડના જોશીમઠથી આશરે 128 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં નોંધાયા હતા.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસ (GFZ)એ પણ તિબેટમાં 5ની તીવ્રતાના ભૂકંપની પુષ્ટિ કરી છે. હાલ આ ભૂકંપના કારણે કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

નેપાળમાં ગયા અઠવાડિયે આવી હતી ભીષણ પૂર હોનારત

ઉલ્લેખનીય છે કે 26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક ગ્લેશિયર અને ખડકો મોટા પાયે તૂટી પડતાં ભયાનક પૂર આવ્યું હતું. આ આપત્તિના કારણે નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે.

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની આ હોનારતમાં મૃતકોની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે, જ્યારે હજારો લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત અને બચાવ ટીમો દ્વારા લાપતા લોકોને શોધવાની કામગીરી સતત ચાલી રહી છે.

Reporter: admin

Related Post