મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઈ-મેઇલ પર ખાલિસ્તાનના નામે ધમકીભર્યો સંદેશ, પોલીસ-સાયબર ક્રાઇમની તપાસ શરૂ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC)ની કચેરી, મેયર ઓફિસ તેમજ શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી નિશાન બનાવવાની ધમકી મળતા શહેરના વહીવટી અને સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સત્તાવાર ઈ-મેઇલ આઈડી પર ખાલિસ્તાનના નામે ધમકીભર્યો ઈ-મેઇલ મળતાં તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, સવારે 9:06 વાગ્યે પ્રાપ્ત થયેલા ઈ-મેઇલમાં 18 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન મેયર ઓફિસ, મ્યુનિસિપલ કમિશનર કચેરી અને કેટલીક શાળાઓને બોમ્બ બ્લાસ્ટ દ્વારા નિશાન બનાવવાની ચીમકી આપવામાં આવી હતી. ઈ-મેઇલની વિગતો સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા કચેરી સહિત સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ કોઈ પણ સંભવિત જોખમને પહોંચી વળવા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Reporter:







