News Portal...

Breaking News :

પિલર બેસી ગયો, તિરાડો પડી, ને તંત્ર કહે છે — 'ઉંદર-કબૂતરનો વાંક'..

2026-08-05 11:14:16
પિલર બેસી ગયો, તિરાડો પડી, ને તંત્ર કહે છે — 'ઉંદર-કબૂતરનો વાંક'..

વડોદરાની આન, બાન અને શાન ગણાતી તથા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટમાં અપાયેલી ઐતિહાસિક વિરાસત માંડવી ગેટ હાલ અત્યંત જર્જરિત અને મરણપથારીએ પડેલી અવસ્થામાં છે. આ ભવ્ય સાંસ્કૃતિક ધરોહરને બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ તથા અધિકારીઓની ટીમે માંડવી ગેટની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, એક તરફ તંત્ર દ્વારા એક્સપર્ટ ટીમની મદદથી ગુણવત્તાયુક્ત કામ થઈ રહ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ હેરિટેજ પ્રેમીઓ અને સ્થાનિકો દ્વારા કામની ધીમી ગતિ, ભૂતકાળના નબળા કામ અને અધિકારીઓના ઉડાઉ જવાબો સામે આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

સ્થળ મુલાકાત દરમિયાન ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપણી સંસ્કૃતિ અને ઓળખ સમી અનેક ધરોહરો ભેટ આપી છે. માંડવી ગેટના રિસ્ટોરેશનનું કામ કોર્પોરેશન દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. આઉટર સાઇડથી સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ ફાઉન્ડેશનનું કામ મજબૂતાઈથી કરવામાં આવશે, જેથી માંડવીની ભવ્યતા અને વિરાસત આગામી વર્ષો સુધી અકબંધ રહે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સામાન્ય યુટિલિટી જેવું કામ નથી, પરંતુ નિષ્ણાતોની ટીમ દ્વારા થઈ રહ્યું હોવાથી કામ થોડું ધીમું ચોક્કસ હોઈ શકે, પરંતુ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. જાન્યુઆરી 2026ના વર્ક ઓર્ડર મુજબ 27 મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છે, પરંતુ ચોકસાઈપૂર્વકના સ્પેશિયલ સુપરવિઝન હેઠળ આ મુદત પૂર્ણ થાય તે પહેલાં જ કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

બીજી તરફ, રિસ્ટોરેશન કામગીરી સાથે જોડાયેલા મહિલા અધિકારીએ માંડવીની આ દયનીય સ્થિતિ માટે વિચિત્ર બહાનું રજૂ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ઇમારતને વરસાદ કરતાં પણ વધુ નુકસાન ઉંદરો અને કબૂતરોના કારણે થયું છે. ઉંદરો અને કબૂતરોની અવરજવર તથા માળાઓના કારણે અંદરથી માળખું ખોખલું થઈ ગયું હતું, જેની હાલ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે અને 27 મહિનાથી પહેલાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓ ઉંદર અને કબૂતરનું બહાનું કાઢીને પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યા છે...

અધિકારીઓ ઉંદર અને કબૂતરનું બહાનું કાઢીને પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યા છે. 2017માં પણ સવાણી કન્સલ્ટન્ટ દ્વારા જ આ કામ કરવામાં આવ્યું હતું. જો તે સમયે યોગ્ય અને ગુણવત્તાયુક્ત કામ થયું હોત, તો આજે માંડવીને આ નુકસાન વેઠવાનો વારો ન આવ્યો હોત. તેમણે વધુમાં ખુલાસો કર્યો હતો કે, અગાઉ સાંસદ, ધારાસભ્ય અને પુરાતત્વ વિભાગની ટીમે મુલાકાત લીધી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે માંડવી ગેટ પાસેથી પસાર થતા હેવી ટ્રાફિક, ભારે વાહનો અને મોટા અવાજે વાગતા ડીજેના વાઇબ્રેશનના કારણે ઇમારતને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ અંગે ત્વરિત પગલાં ભરવાની સૂચના અપાઈ હતી. ત્યારબાદ પોલીસે ડીજે પર તો પ્રતિબંધ મૂક્યો, પરંતુ ભારે વાહનોની અવરજવર હજુ પણ બેરોકટોક ચાલુ છે.
સ્થાનિકો અને નિષ્ણાતોના નિરીક્ષણ મુજબ, માંડવી ગેટનો મુખ્ય પિલર અત્યંત જર્જરિત થઈને નીચે બેસી ગયો છે અને તેમાં મોટી તિરાડો પડી ગઈ છે. આવા સંજોગોમાં વોટરપ્રૂફિંગ કરવું ખૂબ જ તાકીદનું હતું, પરંતુ દોઢ વર્ષ વીતી જવા છતાં હજુ સુધી વોટરપ્રૂફિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી. કન્સલ્ટન્ટ યોગ્ય કામ કરે તે માટે પાલિકા દ્વારા કોઈ દબાણ કરવામાં આવતું નથી અને અધિકારીઓ પૂછપરછ દરમિયાન ઉડાઉ જવાબો આપે છે.
હરિઓમ વ્યાસ, માંડવીને બચાવવા તપ કરનારા પૂજારી

મેયર પાસે મુલાકાતનો સમય નથી

હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, શહેરની 126 જેટલી હેરિટેજ મિલકતોમાંથી જો મુખ્યાલય સમાન માંડવી ગેટની આ સ્થિતિ હોય, તો અન્ય ધરોહરોનું શું થશે? હેરિટેજ પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે કે છેલ્લા 7 મહિનાથી માત્ર ગર્ડરો જ ઝડપથી લાગતા નથી, તો પાયા ખોદીને મૂળભૂત રિપેરિંગ ક્યારે થશે? 'વિરાસતથી વિકાસ'ની વાતો કરતી પાલિકાના મેયર પાસે માંડવી ગેટની મુલાકાત લેવાનો સમય પણ નથી, કારણ કે તેમની પાસે જનતાના તીખા સવાલોના કોઈ જવાબ નથી. માત્ર ડેપ્યુટી મેયર કે અધિકારીઓ ઔપચારિક મુલાકાત લઈને ફોટો સેશન કરાવે તેનાથી વડોદરાની વિરાસત નહીં બચે. જો તંત્ર ખરેખર ગંભીર હોય, તો બહાનાબાજી બંધ કરી માંડવી ગેટનું રિસ્ટોરેશન યુદ્ધના ધોરણે પૂર્ણ કરવું જોઈએ.

અધિકારીઓનું વિચિત્ર બહાનું: 'વરસાદ નહીં, ઉંદર અને કબૂતરોથી ઇમારત ખોખલી થઈ'

બીજી તરફ, રિસ્ટોરેશન કામગીરી સાથે જોડાયેલા મહિલા અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં માંડવીની આ દયનીય સ્થિતિ માટે વિચિત્ર બહાનું રજૂ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ઇમારતને વરસાદ કરતાં પણ વધુ નુકસાન ઉંદરો અને કબૂતરોના કારણે થયું છે. ઉંદરો અને કબૂતરોની અવરજવર તથા માળાઓના કારણે અંદરથી માળખું ખોખલું થઈ ગયું હતું, જેની હાલ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે અને 27 મહિનાથી પહેલાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી મેયરનો દાવો, સમયમર્યાદા પહેલાં કામ પૂર્ણ થશે

સ્થળ મુલાકાત દરમિયાન ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપણી સંસ્કૃતિ અને ઓળખ સમી અનેક ધરોહરો ભેટ આપી છે. માંડવી ગેટના રિસ્ટોરેશનનું કામ કોર્પોરેશન દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. આઉટર સાઇડથી સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ ફાઉન્ડેશનનું કામ મજબૂતાઈથી કરવામાં આવશે, જેથી માંડવીની ભવ્યતા અને વિરાસત આગામી વર્ષો સુધી અકબંધ રહે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સામાન્ય યુટિલિટી જેવું કામ નથી, પરંતુ નિષ્ણાતોની ટીમ દ્વારા થઈ રહ્યું હોવાથી કામ થોડું ધીમું ચોક્કસ હોઈ શકે, પરંતુ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. જાન્યુઆરી 2026ના વર્ક ઓર્ડર મુજબ 27 મહિનાની સમયમર્યાદા આપવામાં આવી છે, પરંતુ ચોકસાઈપૂર્વકના સ્પેશિયલ સુપરવિઝન હેઠળ આ મુદત પૂર્ણ થાય તે પહેલાં જ કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

Reporter: admin

Related Post