શહેરની સરકારી હોસ્પિટલોમાં બોગસ દસ્તાવેજોનાં આધારે નોકરી મેળવવાનું એક અત્યંત ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શહેરની જમનાબાઈ જનરલ હોસ્પિટલ અને કારેલીબાગ સ્થિત માનસિક આરોગ્ય હોસ્પિટલ (મેન્ટલ હોસ્પિટલ) ખાતે મેઘાલયની વિવાદાસ્પદ અને બંધ કરી દેવાયેલી CMJ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીના આધારે એ.એચ.એ.ની કરાર આધારિત નોકરી મેળવવાનું મહાકૌભાંડ સામે આવતાં સમગ્ર આરોગ્ય આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ મામલે જ્યારે કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો રાકેશ શાહ નો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે, "હું કંઈ જાણતો નથી, આ તપાસનો વિષય છે," તેવો અત્યંત નિરાશાજનક અને ઉડાઉ જવાબ આપીને મોબાઇલ ફોન કટ કરી વાત કરવાનું ટાળ્યું હતું.
માહિતી અનુસાર, હોસ્પિટલમાં એ.એચ.એ. આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી કોમલ તલાટી (કોમલ દુષાત) સામે બોગસ ડિગ્રીના આધારે છેલ્લા દસ વર્ષથી ગેરકાયદેસર રીતે સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો પગાર મેળવવાનો ગંભીર આક્ષેપ થયો છે. વર્ષ 2016માં થયેલી આ નિમણૂકથી લઈને 2026 સુધી, એટલે કે આખા એક દાયકા સુધી આ કૌભાંડ ધમધમતું રહ્યું, છતાં હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા.

હવે જ્યારે કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે, ત્યારે જમનાબાઈ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. વિવેક કંટેરિયા અને મેન્ટલ હોસ્પિટલના અધિકારીઓ "અમે તો નવા છીએ" તેવો આલાપ દોહરાવીને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
ઘટનાની મળતી વિગતો મુજબ, કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોમલ તલાટીના કરારની મુદત 15 માર્ચે પૂર્ણ થતી હોવાથી ફાઇલ આર.ડી. ઓફિસમાં મોકલવામાં આવી હતી. દસ્તાવેજોની બારીકાઈથી તપાસ દરમિયાન મૂળ ડિગ્રીનું પ્રમાણપત્ર ગાયબ હોવાનું જણાતાં મહિલા કર્મચારીએ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હોવાનું બહાનું કાઢ્યું હતું. જોકે, તંત્રે ડુપ્લિકેટ સર્ટિફિકેટ મંગાવતાં તે રજૂ કરી શકી નહોતી અને સમગ્ર કૌભાંડની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
તપાસમાં ખુલાસો થયો છે કે મેઘાલયના જોરાબાત ખાતે 2009માં સ્થાપવામાં આવેલી CMJ યુનિવર્સિટી બોગસ અને બેક-ડેટેડ ડિગ્રીઓ વહેંચવા માટે કુખ્યાત હતી, જેને મેઘાલય સરકારે 2014માં જ બંધ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ યુનિવર્સિટીને વિસર્જિત કરીને તેની તમામ ડિગ્રીઓને રદબાતલ ઠેરવી હતી.
જમનાબાઈ હોસ્પિટલ દ્વારા 8 જાન્યુઆરી, 2016ના રોજ જાહેર કરાયેલી મેરિટ યાદીમાં આ કર્મચારી બીજા ક્રમે હતી. તેની 10 એપ્રિલ, 2013ના રોજ ઇશ્યૂ થયેલી ત્રીજા વર્ષની બી.કોમ.ની માર્કશીટમાં સૌથી ગંભીર ખામી એ હતી કે તેમાં કોઈ રોલ નંબર જ નહોતો. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં રોલ નંબર અનિવાર્ય હોવા છતાં, તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ અને અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના કેવી રીતે મંજૂરી આપી, તે સૌથી મોટો સવાલ છે.
જો અધિકારીઓ આજે "નવા હોવાનું" બહાનું બતાવી છટકવાનો પ્રયાસ કરતા હોય, તો પ્રશ્ન એ થાય છે કે દસ વર્ષ સુધી આ બધું કોના આશીર્વાદથી ચાલતું હતું?
હાલમાં જનતામાં ભારે આક્રોશ છે અને માગણી ઉઠી છે કે સરકારી તિજોરીને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ વ્યાજ સહિત ભેજાબાજ કર્મચારી અને બેદરકાર અધિકારીઓ પાસેથી કરવામાં આવે. આ સમગ્ર બોગસ ડિગ્રી કૌભાંડની ફોરેન્સિક તપાસ કરાવી તમામ દોષિતો સામે તાત્કાલિક કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
તપાસમાં ખુલાસો થયો છે કે મેઘાલયના જોરાબાત ખાતે 2009માં સ્થાપવામાં આવેલી CMJ યુનિવર્સિટી બોગસ અને બેક-ડેટેડ ડિગ્રીઓ વહેંચવા માટે કુખ્યાત હતી, જેને મેઘાલય સરકારે 2014માં જ બંધ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ આ યુનિવર્સિટીને વિસર્જિત કરીને તેની તમામ ડિગ્રીઓને રદબાતલ ઠેરવી હતી.
જો અધિકારીઓ આજે "નવા હોવાનું" બહાનું બતાવી છટકવાનો પ્રયાસ કરતા હોય, તો પ્રશ્ન એ થાય છે કે દસ વર્ષ સુધી આ બધું કોના આશીર્વાદથી ચાલતું હતું?
તપાસનો વિષય કહી અધિક્ષકે વાત ટાળી...
કારેલીબાગ ખાતે આવેલી મેન્ટલ હોસ્પિટલમાં બોગસ ડિગ્રીના આધારે એએચએ (AHA) હોદ્દા પર મહિલા કર્મચારીની નિમણૂક કરાઈ હોવાનો ચકચારી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર મામલે મેન્ટલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. આ અંગે મેન્ટલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ શાહનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે, "મને આ અંગે કોઈ જાણકારી નથી, આ તપાસનો વિષય છે," એટલો જ જવાબ આપ્યો હતો. ત્યારબાદ તેમણે વધુ કોઈ વિગતો આપ્યા વિના મોબાઇલ ફોન કટ કરી વાતચીત ટાળી હતી.

Reporter: admin