વડોદરા શહેરના અનગઢ ગામ ખાતે બેંક ઓફ બરોડાના ATMમાંથી રૂપિયા ચોરવાના ઇરાદે મોડી રાત્રે ATM મશીન તોડવાનો પ્રયાસ કરનાર બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. આ બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ૨૯ જુલાઈની વહેલી સવારે અનગઢ ગામના રામજી મંદિર પાસે આવેલા બેંક ઓફ બરોડાના ATMમાં બે શખ્સોએ પ્રવેશ કરીને લોખંડના હથોડાથી ATM મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ATMનું સાયરન વાગી જતાં બંને આરોપી સ્થળ પરથી ઓટોરીક્ષામાં ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેકનિકલ તપાસ, હ્યુમન સોર્સ અને પેટ્રોલિંગના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે ચોરીના પ્રયાસમાં સંડોવાયેલા બે શખ્સ રાત્રી બજાર વિસ્તારમાં ઓટોરીક્ષા સાથે હાજર છે. પોલીસે સ્થળ પર પહોંચી બંનેને ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ સુરેશભાઈ કાંતિભાઈ પઢીયાર
અને સંજયભાઈ રાવજીભાઈ પઢીયાર તરીકે થઈ છે. તેમની પાસેથી ATM તોડવામાં ઉપયોગમાં લેવાયેલો લોખંડનો હથોડો, ગુનામાં ઉપયોગ કરાયેલી ઓટોરીક્ષા તથા એક મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે.
પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ATM તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને બંને આરોપીઓને નંદેસરી પોલીસને સોંપ્યા છે.
પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ATM તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને બંને આરોપીઓને નંદેસરી પોલીસને સોંપ્યા છે.
Reporter: admin







