News Portal...

Breaking News :

રાહુલ ગાંધીના જન્મદિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલમાં ફૂડ વિતરણ

2026-06-19 15:41:16
રાહુલ ગાંધીના જન્મદિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલમાં ફૂડ વિતરણ

વડોદરા: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સયાજી હોસ્પિટલ (એસએસજી હોસ્પિટલ) ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો, માતાઓ અને બહેનોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દર્દીઓ તથા તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમની સુખાકારીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી સમાજસેવાના માધ્યમથી કરવામાં આવી હતી.


મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, “નફરતના બજારમાં મોહબ્બતની દુકાન”નો સંદેશ આપનારા તથા ભારત જોડો યાત્રા દ્વારા દેશભરમાં એકતા, પ્રેમ અને ભાઈચારો મજબૂત કરવાનો પ્રયાસ કરનારા રાહુલ ગાંધી દેશના કરોડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. સત્ય અને લોકશાહી મૂલ્યો માટે સંઘર્ષ કરી રહેલા જનનાયકના દીર્ઘાયુ અને સુખાકારીની કામના સાથે આ સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશી સહિત કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનોને ફૂડ વિતરણ કરી જન્મદિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post