News Portal...

Breaking News :

કેવડાબાગ ખાતે પ.પૂ. ગોસ્વામી ડૉ. વાણીશકુમારજી મહારાજશ્રીનો મંગલ જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

2026-06-19 15:08:28
કેવડાબાગ ખાતે પ.પૂ. ગોસ્વામી ડૉ. વાણીશકુમારજી મહારાજશ્રીનો મંગલ જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો

વડોદરા: શહેરના કેવડાબાગ સ્થિત શ્રી બેહક મંદિર તથા શ્રી દ્વારકાનાથજી મંદિર ટ્રસ્ટ ખાતે શ્રીમદ્ વલ્લભાચાર્ય શુક્રક્ષેત્ર તૃતીય પીઠ કાંકરોલીના વર્તમાન તિલકાયત અને તૃતીય પીઠાધીશ્વર પ.પૂ. ગોસ્વામી ૧૦૮ ડૉ. શ્રી વાણીશકુમારજી મહારાજશ્રીનો મંગલ જન્મોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.

જન્મોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ પૂજ્ય મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી તેમની પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ.પૂ. મહારાજશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક વિધિઓ, પૂજન-અર્ચન અને મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે કાંકરોલીના યુવરાજ પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી વેદાંતકુમારજી મહોદયશ્રી તથા પ.પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી સિદ્ધાંતકુમારજી મહોદયશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ ભક્તોને આશીર્વચન આપ્યા હતા અને ધાર્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


શ્રી બેહક મંદિર, કેવડાબાગ ખાતે દ્વારકાધીશ સુખધામ – વડોદરા મુકામ દ્વારા આયોજિત આ મંગલ જન્મોત્સવનો કાર્યક્રમ ધામધૂમ, ભક્તિભાવ અને વૈષ્ણવ પરંપરાની ગૌરવમય છટા વચ્ચે સંપન્ન થયો હતો. ભક્તોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ ઉજવણીને યાદગાર બનાવી હતી.

Reporter: admin

Related Post