News Portal...

Breaking News :

વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમીનાર

2024-12-18 20:40:36
વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમીનાર


વડોદરા : શહેર પોલીસ દ્વારા વર્ક પરમીટ વિઝા તથા ટૂરીઝમ વિઝા, સ્ટુડન્ડ વિઝા વિગેરે પ્રકારના વિઝા અંગે થતા ફ્રોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમીનાર નું આયોજન સર સયાજીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું. 


 


વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા સર સયાજી નગર ગૃહ ખાતે વર્ક પરમિટ વિઝા, ટુરીઝમ વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝા તથા પી.આર. વિઝા અંગે થતા ફ્રોડ અટકાવવા સંદર્ભે જનજાગૃતિ અભિયાન અંગેનો સેમીનારનું આયોજન ડીસીપી ઝોન-2 અભય સોનીની અધ્યક્ષતામાં સેમીનાર યોજાયો હતો. જેમાં વડોદરા શહેરના ચારેય ઝોનના એસીપી પીઆઇ સહિત કોલેજના વિદ્યાર્થીઓ તથા નાગરિકો અને જુદી જુદી બીજા કન્સેપ્ટના પ્રતિનિધિઓ હાજર હતા.વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને છેતરપીંડીનું અવલોકન.વિઝાના ફોડની સંખ્યા સતત વધતી જાય છે. લોકો કોઈ પણ ભોગે વિદેશમાં રહેવા જવાના સપનાજુએ છે જેના કારણે છેતરપિંડીનો ભોગ બને છે.આરોપી દ્વારા ફરિયાદીને પોતે ઈમીગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતા હોવાનું જણાવી તેમજ લોકોને વિદેશમાં નોકરી અપાવતા હોવાનું જણાવી વર્ક પરમીટ વિઝા અપાવી દેવાની લાલય આપી વિશ્વાશ-ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ કરવામાં આવે છે. 


આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમીટ વિઝા અપાવવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી તે બાબતનું એગ્રીમેન્ટ કરી આપી વર્ક પરમીટન મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવી છેતરપીંડી કરવામાં આવે છે.ઘણા કિસ્સાઓમાં, જે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેઓ ગેરકાયદેસર ઈમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરના કારણે ફરિયાદ કરતા નથી.

જનજાગૃતિ સેમીનારમાં 
વિઝા કન્સલટન્સી ના એક્સપર્ટ
શીવાની રાણા, અર્પિતસિંહ રાણા 
પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતગાર કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post