News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ પર નવી ગટરલાઈન પાસે પાલિકાની ગાડી ફસાઈ, કામગીરીની ગુણવત્તા સામે સવાલો

2026-07-30 11:41:09
વાઘોડિયા રોડ પર નવી ગટરલાઈન પાસે પાલિકાની ગાડી ફસાઈ, કામગીરીની ગુણવત્તા સામે સવાલો

વડોદરા શહેરના વોર્ડ-15 કચેરી નજીક વાઘોડિયા રોડ પર નવી ગટરલાઈન પાસે પાલિકાની ગટર સફાઈ ગાડી ફસાઈ જવાની ઘટના સામે આવી છે. ગટરલાઈનની કામગીરી બાદ રસ્તાની સ્થિતિ અને ગુણવત્તા અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગટર સફાઈ માટે આવેલી પાલિકાની ગાડી અચાનક રસ્તામાં ધસી ગઈ હતી. ગાડીને બહાર કાઢવા માટે તાત્કાલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ પાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢી હતી.

આ ઘટનાને પગલે નવી ગટરલાઈનની કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. નબળી કામગીરીને કારણે સામાન્ય વાહનચાલકોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક નાગરિકોએ સમગ્ર મામલે તપાસ કરવાની અને બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટના બાદ પાલિકાની કામગીરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

Reporter: admin

Related Post