News Portal...

Breaking News :

શાંતિપૂર્ણ માહોલમાં માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન શરૂ, શહેર ભાજપ પ્રમુખે સહપરિવાર મતદાન કર્યું

2026-07-30 11:37:23
શાંતિપૂર્ણ માહોલમાં માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન શરૂ, શહેર ભાજપ પ્રમુખે સહપરિવાર મતદાન કર્યું

૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મતદારોમાં લોકશાહીના મહાપર્વને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ મતદાન મથકો પર નાગરિકો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે.

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત વડોદરા શહેર ભાજપ પ્રમુખે સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. તેમણે પરિવાર સાથે મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નાગરિકોને પણ મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી દેખરેખ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.

Reporter: admin

Related Post