News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ વુડા મકાનમાં યુવકનો આપઘાત: ઉદેપુરના 25 વર્ષીય ખાનગી કંપની વર્કરનો રહસ્યમય મોત

2026-06-06 16:44:35
વાઘોડિયા રોડ વુડા મકાનમાં યુવકનો આપઘાત: ઉદેપુરના 25 વર્ષીય ખાનગી કંપની વર્કરનો રહસ્યમય મોત


વાઘોડિયા રોડ વુડા મકાનમાં યુવકનો આપઘાત: ઉદેપુરના 25 વર્ષીય ખાનગી કંપની વર્કરનો રહસ્યમય મોત

વડોદરા શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં વાઘોડિયા રોડ કેવલનગર વુડાના મકાનમાં રહેતા અને ખાનગી કંપનીમાં વર્કર તરીકે કામ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મૂળ કોટા ઉદેપુરના 25 વર્ષીય શૈલેષભાઈ રાઠવા વાઘોડિયા રોડ કેવલનગર વુડા મકાનમાં ભાડે રહી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. મળતી માહિતી મુજબ, યુવકે પોતાના રહેઠાણમાં ગળેફાંસો ખાઈ જીવન અંત કર્યો હતો.

ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો, જે અંતિમ સંસ્કાર માટે ઉદયપુર લઈ જવાયો હતો.પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી અને બાપોદ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Reporter: admin

Related Post