News Portal...

Breaking News :

નવાપુરામાં ડ્રેનેજની કામગીરીમાં હલકી કક્ષાની પાઈપોનો ઉપયોગ

2024-12-30 18:11:49
નવાપુરામાં ડ્રેનેજની કામગીરીમાં હલકી કક્ષાની પાઈપોનો ઉપયોગ


શહેરના નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાના પગલે નવી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 


જોકે ઉપયોગમાં લેવાયેલી પાઇપ હલકી કક્ષાનું હોવાનું ધ્યાને આવતા વિવાદ થયો હતો. પરંતુ વિવાદ ન વધે તે માટે કોન્ટ્રાક્ટરે ગેરું કલરથી પાઇપ ૫૨ આઈએસઆઈ માર્કો લગાવ્યો હોવાનું ઘટસ્ફોટ થયો છે.શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન ચાર રસ્તા નજીક ઉઘરાવવાની સમસ્યાથી રસ્તા રહિશોની રજૂઆત સાંભળી દોઢ વર્ષ પૂર્વે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવાનું નક્કી થયું હતું. જો કે જે તે સમયે ધાર્મિક સ્થળને કનેક્શન નહીં આપવા મુદ્દે વિવાદ થતા કામ રોકાયું હતું.


અંતે સ્થાનિક કોર્પોરેટરની સમજાવટથી ફરીથી કામગીરી શરૂ કરાઈ હતી. જો કે આ કામગીરી દરમિયાન મૂકેલી પાઈપ ISI માર્કાવાળા વિનાની હોવાનું જણાવતા વિવાદ થયો હતો. રોડ પર જ ટ્રાફિકને અડચણરૂપ પાઇપનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જોકે આ પાઇપો હલકી કક્ષાની હોવાનું ધ્યાને આવતા જ રજાના દિવસે મજૂર દ્વારા ગેરું કલરથી ISIનો માર્કો લગાવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી પરેશાન છે.અગાઉ આ અંગે રજૂઆત પણ કરાઈ છે. તેવામાં જો આ પ્રકારની પાઈપ નાખવામાં આવશે તો નજીકના ભવિષ્યમાં જ ફરીથી આ સમસ્યાનો સામનો કરવો પડશે.

Reporter: admin

Related Post