News Portal...

Breaking News :

અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના: B-52 બોમ્બર ક્રેશ, 8 ક્રૂ સભ્યોના મોત

2026-06-16 10:33:24
અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના: B-52 બોમ્બર ક્રેશ, 8 ક્રૂ સભ્યોના મોત


  • અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના: B-52 બોમ્બર ક્રેશ, 8 ક્રૂ સભ્યોના મોત
  • કેલિફોર્નિયા: અમેરિકાના B-52 Stratofortress બોમ્બર વિમાન સાથે સોમવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. કેલિફોર્નિયામાં આવેલા Edwards Air Force Base પરથી રૂટીન ટેસ્ટ મિશન માટે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ વિમાન ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 8 ક્રૂ સભ્યોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.એરબેઝના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 11:20 વાગ્યે ઉડાન ભરનાર વિમાન અચાનક નિયંત્રણ ગુમાવતા દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. ઘટના બનતા જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ તેમજ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી.અકસ્માત બાદ એરબેઝને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. 

    દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વાયુસેના અને સંબંધિત એજન્સીઓ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ અમેરિકાના સૌથી શક્તિશાળી અને લાંબા સમયથી સેવામાં રહેલા બોમ્બર વિમાનોમાંનું એક છે. વર્ષ 1954માં પ્રથમ વખત ઉડાન ભરનાર આ વિમાન પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના હથિયારો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. વિયેતનામ યુદ્ધથી લઈને ઇરાક, અફઘાનિસ્તાન અને અન્ય અનેક સૈન્ય અભિયાનોમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    Reporter: admin

    Related Post