News Portal...

Breaking News :

મ્યાનમારમાં 7.2 અને 7.0 તીવ્રતાના એક પછી એક બે જોરદાર ભૂકંપ : મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધરાશય

2025-03-28 13:42:48
મ્યાનમારમાં 7.2 અને 7.0 તીવ્રતાના એક પછી એક બે જોરદાર ભૂકંપ : મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધરાશય


દિલ્હી : ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.2 જ્યારે બીજાની 7.0 નોંધાઈ હતી. 


આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલેન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.  


મળતી માહિતી મુજબ, મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય મણિપુર, અરૂણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના Sagaing માં હતું. ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો.

Reporter:

Related Post