News Portal...

Breaking News :

બેન્કમાં કંપનીના નામે ખોટું ખાતું ખોલાવી 39 લાખ રૂપિયાની ઉચાપત

2025-03-28 13:17:01
બેન્કમાં કંપનીના નામે ખોટું ખાતું ખોલાવી 39 લાખ રૂપિયાની ઉચાપત


વડોદરા : અલકાપુરીમાં રહેતો પ્રિયાંક પાંડે આજવા રોડ પર આવેલી સંસ્કૃતિમાં મેનેજર છે. 


બાપોદ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023 માં તેણે (1) નિલય અનિલભાઈ દેસાઈ (રહે-રવિ કિરણ બોરીવલી મુંબઈ),(2) સંજય જયંતીલાલ જૈન (રહે-રઘુવીલા મોલ કાંદીવલી વેસ્ટ મુંબઈ) તથા (3) ફિનિક્સ લાઈફ સ્પેસ પ્રાઇવેટ લિમિટેડના રિદ્ધિબેન નિલયભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આરોપીઓએ સંસ્કૃતિ કંપનીના ખોટા ઠરાવનો દસ્તાવેજ તૈયાર કરી બેન્કમાં કંપનીના નામે ખોટું ખાતું ખોલાવી 39 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. તેમજ 22 કરોડની પ્રોપર્ટીનો ખોટો વેચાણ અંગેનો બાનાખત કરાર સંજય જયંતીલાલ જૈનના નામનો કરી આપ્યો હતો.

Reporter: admin

Related Post