News Portal...

Breaking News :

ટ્રમ્પ દ્વારા ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે

2025-04-09 10:56:35
ટ્રમ્પ દ્વારા ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે


વોશિંગ્ટન : અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે. મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોની સુરક્ષા કરવી છે, એ મારું કામ છે.



ટ્રમ્પે કહ્યું હતું કે અમે ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં ફાર્મા પર ખૂબ જ ભારે ટેરિફ લાદવામાં આવશે. મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોની સુરક્ષા કરવી છે, એ મારું કામ છે.ભારત દ્વારા અમેરિકા કરાતી નિકાસમાં ફાર્માનો કુલ હિસ્સો 11 ટકા છે અને વાર્ષિક આશરે 76000 કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનની અમેરિકામાં નિકાસ થાય છે. 


ભારતીય ફાર્મા કંપનીઓમાંથી ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકનો 50% હિસ્સો અમેરિકાથી કમાય છે. જ્યારે અરબિંદો ફાર્મા 48%, ડૉ. રેડ્ડીઝ લેબ 47%, ઝાયડસ લાઇફ 46%, લ્યુપિન 37%, સન ફાર્મા 32%, સિપ્લા 29% અને ટોરેન્ટ ફાર્મા 9% ની આવક અમેરિકા નિકાસ કરીને મેળવે છે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી.

Reporter: admin

Related Post