News Portal...

Breaking News :

ટ્રમ્પએ 9500 કર્મચારીઓને કાઢી મૂકયા

2025-02-15 09:37:48
ટ્રમ્પએ 9500 કર્મચારીઓને કાઢી મૂકયા


વોશિંગટન : અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગી ઈલોન મસ્કે સાથે મળીને એક જ દિવસમાં 9500 કર્મચારીઓને કાઢી મૂકયા છે. 


આ કર્મચારીઓ સરકારી જમીનોના રક્ષણથી લઈને નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખવાના કામમાં રોકાયેલા હતા. માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે નોકરશાહીમાં ઘટાડો કરવા માટે આ કડક પગલું ભર્યું છે.ગૃહ વિભાગ, ઉર્જા, વેટરન્સ અફેર્સ, કૃષિ, આરોગ્ય અને અન્ય ઘણા વિભાગોમાં છટણી કરવામાં આવી છે. નોકરીમાંથી કાઢી મૂકાયેલા મોટાભાગના લોકો પ્રોબેશન પીરિયડ પર હતા. ઘણા કર્મચારીઓને નોકરી પર એક વર્ષ પણ પૂરું નહોતું થયું. જ્યારે કેટલીક સરકારી એજન્સીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તેમાં કન્ઝ્યૂમર ફાઈનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોનો પણ સમાવેશ થાય છે. 


આ દરમિયાન ઈન્ટરલ  રેવન્યૂ સર્વિસમાં પણ હજારો કર્મચારીઓને કાઢી મૂકવાની તૈયારી છે. અહેવાલ અનુસાર 15 એપ્રિલ પહેલા આ વિભાગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂકવામાં આવી શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, 75,000 એવા કર્મચારીઓ હતા જેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના વિરોધમાં સ્વેચ્છાએ નોકરી છોડી દીધી હતી. અમેરિકાનો કુલ સરકારી સ્ટાફ આશરે 23 લાખ છે. આવી સ્થિતિમાં, લગભગ 3 ટકા સરકારી કર્મચારીઓએ પોતાની નોકરી જાતે છોડી દીધી છે.

Reporter: admin

Related Post