આ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં કેટલાક પસંદગીના શેરો પર રોકાણકારો અને બજાર વિશ્લેષકોની ખાસ નજર રહેશે. કંપનીઓના મજબૂત ત્રિમાસિક પરિણામો, વિવિધ સેક્ટરમાં સકારાત્મક સંકેતો અને ટેક્નિકલ ચાર્ટના આધારે અનેક શેરોમાં સારી ગતિ જોવા મળી શકે છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ RR Kabel અને KFin Technologies ટેક્નિકલ રીતે મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ Reliance Industries, Bharti Airtel અને TVS Motor જેવા બ્લૂચિપ શેરો પણ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ઉપરાંત Mahindra & Mahindra, Jio Financial Services અને Coal India જેવા શેરોને કેટલાક બ્રોકરેજ હાઉસે ટૂંકા ગાળાના ટ્રેડિંગ માટે પણ પસંદ કર્યા છે.
બજારની દિશા પર આ સપ્તાહે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક અને વ્યાજદર અંગેના નિર્ણયની સીધી અસર જોવા મળી શકે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાને કારણે ભારત જેવા આયાત આધારિત દેશ માટે સકારાત્મક વાતાવરણ બન્યું છે.
બજાર નિષ્ણાતોના મતે બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઓટોમોબાઇલ સેક્ટરના શેરોમાં ખરીદીનું વલણ વધુ મજબૂત બની શકે છે. જોકે તેમણે રોકાણકારોને બજારના જોખમોને ધ્યાનમાં રાખીને પોતાની નાણાકીય સ્થિતિ અને જોખમ ઉઠાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા બાદ જ રોકાણ કરવાનો પણ સૂચન કર્યો છે.
Reporter: admin







