દેશભરમાં માદક પદાર્થો (NDPS) સંબંધિત કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિશેષ NDPS અદાલતોની સ્થાપના કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપી નિકાલ લાવવાનો અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.
સરકારી આંકડા મુજબ દેશભરમાં લાખો NDPS કેસો વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે. કેસોની વધતી સંખ્યાને કારણે સામાન્ય અદાલતો પર ભાર વધી રહ્યો છે. વિશેષ અદાલતો કાર્યરત થતાં તપાસ, સુનાવણી અને ચુકાદાની પ્રક્રિયામાં ઝડપ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
Reporter: admin







