News Portal...

Breaking News :

વિશ્વામિત્રીમાં વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ

2025-01-04 09:46:59
વિશ્વામિત્રીમાં વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ


વડોદરા:  જિલ્લામાં જયારે પણ ભારે વરસાદ પડે તે સમયે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પાણી આવે છે અને તે પાણી શહેરી વિસ્તારમાં ફરી વળતા હોય છે તો આ પાણીની સાથે મગરો પણ બહાર આવતા હોય છે.


ત્યારે વર્ષ 2024માં આ વખતે ચોમાસામાં ભારે પૂર આવ્યું હતુ જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ભારે નુકસાન થયું હતુ,જેને લઈ તંત્ર મોડે-મોડે જાગ્યું છે.વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે નદી પર જેસીબી મશીન મૂકી આ કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે,ચોમાસામાં વિનાશક પૂરમાં તારાજી સર્જાઈ હતી જેને લઈ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્પોટ શોધી કામગીરી શરુ કરવામાં આવી છે અને મશીનરી નદીમાં ઉતારવા માટે રેમ્પ બનાવવાની કામગીરી કરાઈ છે.કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે આ વખતે ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ અલગ જોવા મળી હતી.ફક્ત પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે.પ્રથમ ફેઝમાં થનારી આ કામગીરીથી વિશ્વામિત્રી નદીની વહન શક્તિમા 75 ટકા વધારો થનાર હોઇ, પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવનાર કામગીરી માટે ટેન્ડરીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે કામગીરી સમયે મશીનરીનો ઉપયોગ થશે. આ મશીનરી સહેલાઈથી આવનજાવન થાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે લેન્ડિંગ વ્યવસ્થાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીની કામગીરીની શરૂઆત વન વિભાગની મંજૂરી બાદ શરૂ કરવામાં આવશે.

Reporter: admin

Related Post