દાહોદ:- સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે.
ત્યારે ઝાલોદ તાલુકા વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી.ઝાલોદ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો,તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ધારાસભ્યએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા, નાયબ પોલીસ અધિક્ષક ડી. આર. પટેલ,નગર પાલિકા ચીફ ઓફિસર,દીપસિંહ હઠીલા, તાલુકા વિકાસ અધિકારી કે. એચ. ગઢવી,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા, સહિત પદાધિકારીઓ, ઝાલોદ શહેર પ્રમુખ, ઝાલોદ તાલુકાના ભાજપના પ્રમુખ,પુર્વ કાઉન્સિલરો, જીલ્લા,તાલુકા સભ્યોઓ અને ઝાલોદ તાલુકાના સરપંચ, આગેવાનો સહિત, પોલીસકર્મીઓ, શાળાઓનાં વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.
Reporter: admin