દરેક વ્યકિતનું સ્વપ્ન હોય છે કે તેમની પાસે રહેવા માટે પોતાનું મકાન હોય અને છેવાડાના માનવીનું ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સ્વપ્ન જ ના રહી જાય તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ઘડવામાં આવી છે.
આ યોજના દ્વારા લોકોને ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારાયણભાઈ કાલિદાસ ડાભી જણાવે છે કે, મારૂં ઘર એકદમ કાચા ઝુંપડા જેવું હતું. જેમાં ચોમાસાનું પાણી ખૂબ જ ટપકતું હતું. મારા ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી પાકું ઘર બનાવવું અશક્ય હતું. પરંતુ મને ગ્રામ સેવક પાસેથી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણ થઈ ત્યારે તરત જ મેં આ યોજનામાં અરજી કરી હતી.
આ ઉજ્જવલ યોજનાનો લાભ મળતા જ મારા જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન મળી ગયું છે. મારા પરિવાર સાથે પાક્કા મકાનમાં રહીને ખૂબ આંનદ મળી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૫માં પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી કરવામાં આવી હતી. જેમાં છેવાડાના ગામના લોકોનું પણ પોતાનું પાકું મકાન હોય કોઈ પણ વ્યકિત પાકા મકાનથી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મને લાભ મળ્યો તે માટે સરકારનો આભારવ્યકત કરૂ છું.
Reporter: admin