News Portal...

Breaking News :

વડોદરા જિલ્લામાં ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત મેઘા પાટીલને આર્થિક સહાય

2024-10-07 15:56:12
વડોદરા જિલ્લામાં ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત મેઘા પાટીલને આર્થિક સહાય


ગંગા સ્વરૂપા મહિલાઓના પુન:લગ્ન પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે તેમજ સમાજ દ્વારા પુન:લગ્ન સાહજિકપણે સ્વીકાર થાય તે વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુન:લગ્ન માટે આર્થિક સહાય યોજના અમલી કરવામાં આવી છે. 


આ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં રહેતા મેઘાબેન પાટીલ માટે આધારસ્તંભ બની છે. લાભાર્થી બહેનોને રાજય સરકાર દ્વારા રૂ.૫૦ હજારની નાણાકીય સહાય મળી રહી છે.વડોદરા શહેરમાં રહેતા મેઘાબેન પાટીલ પોતાના પ્રતિભાવ જણાવતા કહે છે કે, મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મને આ યોજનાની જાણ થઈ ત્યારે તરત જ આ યોજનાનો મને લાભ મળે એ માટે માહિતી લીધી અને ફોર્મ ભર્યુ હતું. આપણા સમાજમાં પુન:લગ્ન કરવા માટે ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આ યોજના સમાજમાં પુન:લગ્ન કરવા માટે લોકોને પ્રોત્સાહન આપી રહી છે. 


આ યોજના ગંગા સ્વરૂપા મહિલાઓના પુન:લગ્ન માટે એક નવો યુવ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.મહત્વનું છે કે, વિધવા મહિલાઓના ભવિષ્યની ચિંતા કરીને રાજય સરકારે ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ વિધવા બહેનો કે જેઓની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે હોય તેઓને રાજય સરકાર દ્વારા  લાભાર્થી મહિલાના બચત ખાતામાં ૨૫ હજાર રૂપિયા તેમજ ૨૫ હજાર રૂપિયાની રકમની રાષ્ટ્રીય બચત પત્ર સહિત કુલ ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. જે રાજયની ગંગા સ્વરૂપા પુન:લગ્નની બહેનો માટે આશીર્વાદરૂપ બની છે.

Reporter: admin

Related Post