દિલ્હી : પશ્ચિમ દિલ્હીના તિલક નગર સ્થિત મોલમાં એક ત્રણ વર્ષના બાળકનું એસ્કેલેટર પરથી પડી જવાથી દર્દનાક મૃત્યુ થયું.
પોલીસે આ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે ઉત્તમ નગરની કેટલીક મહિલાઓ અને બાળકો મોલમાં ફિલ્મ જોવા આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે બાળકના પરિવારના સભ્યો ટિકિટ ખરીદવામાં વ્યસ્ત હતા, ત્યારે બાળક એસ્કેલેટર પાસે પહોંચી ગયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાળક એસ્કેલેટરના હેન્ડ્રેઇલ પર સરકવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ અચાનક તે સંતુલન ગુમાવી બેઠો અને ઊંચાઈ પરથી પડી ગયો. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક દીન દયાળ ઉપાધ્યાય (ડીડીયુ) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ બાળકના પરિવારના સભ્યો આઘાતમાં સરી ગયા હતા.
ઘટના બાદ મોલ પ્રશાસનને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ, DDU હોસ્પિટલ તરફથી માહિતી મળી કે એક બાળક મૃત હાલતમાં લાવવામાં આવ્યું છે. આ કેસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે ઉત્તમ નગરથી એક મહિલા મોલમાં ફિલ્મ જોવા માટે આવી હતી, તેની સાથે પરિવારની અન્ય મહિલાઓ અને બાળકો પણ હતા. જ્યારે તેઓ ટિકિટ વગેરે ખરીદવામાં વ્યસ્ત હતા, ત્યારે વિશાલ નામનો બાળક એસ્કેલેટર પાસે આવ્યો અને લપસવાનો પ્રયાસ કરતી વખતે રેલિંગ પરથી નીચે પડી ગયો. જેના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
Reporter: admin