News Portal...

Breaking News :

અવનવી વાનગી : પાલક લસણના ગાંઠિયા બનાવવાની રીત

2025-04-22 12:41:55
અવનવી વાનગી : પાલક લસણના ગાંઠિયા બનાવવાની રીત


સામગ્રીમાં 500 ગ્રામ ચણાનો લોટ, 1 બાઉલ બાફેલી પાલક, 2 સમારેલા લીલા મરચા, 1 બાઉલ લીલું સમારેલું લસણ, 1 ચમચી અજમો, ચપટી હિંગ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.



મિક્ષર જારમાં પાલક, મરચા અને લીલું લસણ ની પેસ્ટ બનાવી લેવી. હવે એક વાસણમાં ચણાનો લોટ લઇ તેમાં પેસ્ટ, અજમો  હિંગ, મીઠુ ઉમેરી લોટ બનાવી લેવો. તેલને ગરમ કરવા મૂકી, સઁચામાં ગાંઠિયની જારી મૂકી લોટ ઉમેરી ગાંઠિયા પાડી લેવા. આ ગાંઠિયા લાંબા સમય મટે સ્ટોર કરી શકાય છે.

Reporter: admin

Related Post