News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સીતોપલાદી ચૂર્ણ બનવવાની રીત

2025-04-22 12:38:25
આયુર્વેદિક ઉપચાર : સીતોપલાદી ચૂર્ણ બનવવાની રીત


* સાકર ૧૬ ભાગ, વંશલોચન ૮ ભાગ, લીંડી પીપર ૪ ભાગ, એલચીના દાણા ૨ ભાગ, તજ ૧ ભાગ – આ બધાનું ઝીણું ચૂર્ણ કરી ભેળવી, કાચની બરણીમાં ભરી લેવું.

* આમાં વપરાતું વંશલોચન એ વાંસમાં જમા થતાં પાણીમાંથી જામી જતાં બનતું કુદરતી ઔષધ છે. વાદળી પડતું અર્ધપાદર્શક, કઠણ, સ્વાદમાં તુરુ-ગળ્યું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી પરંતુ પાણીમાં મૂકતા તેમાંથી પરપોટા નીકળે છે. આધુનિક ફાર્મેકોલોજીકલ સંશોધનાનુસાર સીલીસીયસ, ક્રીસ્ટલાઈન, એન્ટી બેક્ટેરિયલ છે. જે શ્વાસનળીનો સોજો ઘટાડે છે. સંક્રમણ દૂર કરે છે.

* આ ચૂર્ણમાં સૌથી વધુ પ્રમાણમાં સાકર વાપરવામાં આવે છે. સાકરની બદલીમાં ખાંડ વાપરવી નહીં. સાકર કફનો સ્ત્રાવ કરાવીને બહાર કાઢવામાં ઉપયોગી છે. તે ઉપરાંત બળતરા, સોજો મટાડે છે.

* સિતોપલાદિ ચૂર્ણ ૩ ગ્રામ જેટલું મધ સાથે દિવસમાં બે વખત ચાટી જવાથી ખાંસીમાં ફાયદો થાય છે.

* જેઓને સૂકી ખાંસી આવતી હોય, રાત્રે ઊંઘમાં ખાંસીથી જાગી જવાતું હોય તેઓ સિતોપલાદિ ચૂર્ણને રાત્રે સૂતા પહેલાં ૩ ગ્રામ પ્રમાણમાં ગાયનાં ઘી સાથે ભેળવી ચાટી જાય તો ફાયદો થાય છે.

• ખાંસી, શરદી વારંવાર થઇ જતાં વારંવાર લેવી પડતી એન્ટી બાયોટિક્સ, એન્ટી હિસ્ટામીનક દવાઓની આડઅસરથી બચવા સિતોપલાદિ ચૂર્ણ ત્યારે જ અસરકારક પૂરવાર થાય જ્યારે ઠંડી-પ્રદૂષણયુક્ત હવા, ધૂળ-ધૂમાડો, એરકન્ડીશન્ડ વાતાવરણનો વધુ સામનો જેવા કારણોથી સાવધાની રાખવામાં આવે. તે સાથે વધુ ખાંડ, માવો, મલાઈ વાળા ખોરાક, ઠંડા પીણા, બજારૂ તળેલાં ખોરાક બંધ કરવા. ઈમ્યુનીટી જાળવવામાં મદદ કરે તેવા આંબળા, લીંબુ, પપૈયું, સફરજન, દાડમ જેવાં ફળ, લીલા-શાકભાજી-સલાડનો ખોરાકમાં વિશેષ ઉપયોગ કેવો.



Reporter: admin

Related Post