દિલ્હીઃ આગામી મહિનાથી ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારણ વધી શકે છે.
રેલવે બોર્ડે આગામી જુલાઈ મહિનાથી ટ્રેનના ભાડાંમાં સામાન્ય વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રેલવે બોર્ડે તત્કાલ ટિકિટના બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો.
ભારતીય રેલવેએ પહેલી જુલાઈથી નવું ભાડું વસૂલવાનો નિર્ણય લીધો છે, જેનાથી લાંબા અંતરની મુસાફરી કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારમણ વધશે, પરંતુ અમુક કેટેગરીમાં કોઈ વધારો થશે નહીં. રેલવેના નવા ટેરિફ અનુસાર જનરલ મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)ના ભાડાંમાં પ્રતિકિલોમીટર એક પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી ક્લાસની ટ્રેનમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે, જેનાથી સામાન્ય વધારો થશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.એના સિવાય મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)માં મુસાફરી કરનારા પ્રવાસીઓને હવે કિલોમીટરદીઠ એક પૈસા વધારે ચૂકવવાના થશે. એ જ રીતે એસી ક્લાસની ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કિલોમીટરદીઠ બે પૈસાનો વધારો કર્યો છે. મુંબઈ સહિત દેશના અન્ય સબર્બનમાં દોડાવાતી લોકલ ટ્રેનના ભાડાંમાં કોઈ વધારો કર્યો નથી, જેનાથી રોજ મુસાફરી કરનારા કરોડો પ્રવાસીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે.
માસિક સિઝનની ટિકિટના ભાડાંમાં કોઈ વધારો નહીં
માસિક સિઝનની ટિકિટના ભાડામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મળતા રિપોર્ટ અનુસાર પહેલા રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં ટ્રેનની ટિકિટ બુક કરતા હોય તો તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જાણ થતી હતી કે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં, પરંતુ હવે રેલવે આ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. રેલવેનું કહેવું છે કે કન્ફર્મ સીટવાળા પ્રવાસીઓનો ચાર્ટ 24 કલાક પહેલા જારી કરવામાં આવશે.
Reporter: admin







