મુંબઈ : 'ભારતમાં તહવ્વુર રાણા માટે કોઈ સેલ, બિરયાની કે અજમલ કસાબ જેવી સુવિધા આપવાની જરૂરત નથી. આતંકવાદીઓ માટે અલગ કાયદા હોવા જોઈએ. જેનાથી 2-3 મહિનાની અંદર ફાંસીની સજા મળે.'
અજમલ કસાબ એ જ પાકિસ્તાની આતંકવાદી હતો, જેને 26/11 મુંબઈ આતંકવાદી હુમલા દરમિયાન જીવતો પકડવામાં આવ્યો હતો. તેણે છત્રપતિ શિવાજી ટર્મિનસ, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કાફે અને તાજ હોટેલ જેવી જગ્યાઓએ આતંક મચાવ્યો હતો. 21 નવેમ્બર, 2012માં તેને પુણેની યરવદા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગત 7 એપ્રિલે અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની એ અરજી નકારી દીધી હતી, જેમાં તેણે ભારત પ્રત્યર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી.
ચીફ જસ્ટિસ રૉબર્ટ્સે 20 માર્ચે કરવામાં આવેલી અરજીને સંપૂર્ણ રીતે નકારી દીધી હતી. તેનો અર્થ છે કે, હવે રાણાને ભારત લાવવાથી કોઈ નહીં રોકી શકે. સન 2008 મુંબઈ આતંકવાદી હુમલાના હીરો તરીકે ઓળખાતા 'છોટુ ચાયવાલે' મહોમ્મદ તૌફીક 26/11ના આરોપી તહવ્વુર રાણાની ભારત પ્રત્યર્પણને લઈને ખુશી જાહેર કરી છે. જોકે, તેણે માંગ કરી કે, ગુનેગારને તુરંત ફાંસી આપી દેવી જોઈએ.
Reporter: admin