News Portal...

Breaking News :

કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાગશે અમેરિકા

2025-02-10 10:23:01
કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાગશે અમેરિકા


અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે નવમી ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ટેરિફ લાદવાની યોજના છે. 


આ પગલું અમેરિકન ઉદ્યોગોને સુરક્ષિત રાખવા અને વેપાર અસંતુલનને સુધારવા માટે છે.સુપર બાઉલમાં હાજરી આપવા માટે ફ્લોરિડાથી ન્યૂ ઓર્લિયન્સ જતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ પર 25 ટકા ટેરિફ લાગશે. એલ્યુમિનિયમ પર પણ આ વેપાર દંડ લાગશે' ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાની વેપાર નીતિમાં એક મોટો ફેરફાર દર્શાવે છે.


અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે, 'જો અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ આવી જ નીતિ અપનાવશે. જો અન્ય દેશો અમારી પાસેથી 130 ટકા ડ્યુટી વસૂલતા હોય અને અમે તેમની પાસેથી કંઈ વસૂલતા ન હોઈએ, તો આ પરિસ્થિતિ હવે વધુ સમય સુધી ચાલુ રહી શકે નહીં. અમારે વેપાર સંબંધોને યોગ્ય રીતે સંતુલિત કરવા પડશે.'

Reporter: admin

Related Post