News Portal...

Breaking News :

રાજ્ય ગૃહ મઁત્રી શહેરના નગરસેવક મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા

2024-07-19 20:39:51
રાજ્ય ગૃહ મઁત્રી શહેરના નગરસેવક મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા


ઉદ્ધાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ તથા લવ જેહાદ મામલે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો


વડોદરામાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા છે. અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી છે. કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ તથા લવ જેહાદ મામલે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને પોલીસની કામગીરી લોકો સમક્ષ મુકી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કોર્પોરેટર કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું કે, મહાવીરસિંહ અને તેમના સૌ સાથીઓને કાર્યાલયની રીબીન કાપતા કહ્યું કે, આ કાર્યાલયના માધ્યમથી રાજનૈતિક નહી પણ સેવાકીય કાર્યાલય કેવી રીતે બને તે માટે આપ સૌ કોર્પોરેટરોને હું શુભકામનાઓ આપું છું. વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરના નાના-નાના પ્રશ્નો માટે દર અઠવાડિયે નગરજનો અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. 


આવનાર દિવસમાં અનેક મહત્વના પ્રોજેક્ટ સરકાર દ્વારા ભેંટ આપવામાં આવશે.નગરજનો ઓળખીતાઓ પાસેથી રકમ વ્યાજે લે છે, ત્યારે તેમના પરિચીતો દ્વારા મજબુરીનો ફાયદો ઉઠાવીને કોરા ચેક, દસ્તાવેજ, માતાઓના મંગળસુત્ર ગીરવા મુકી રાખે છે.ગત વર્ષે મોટી સંખ્યામાં વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવીને સરકારની સ્વનિધિ યોજનાની લોન અપાવીને લોકોનું જીવન સારી રીતે જીવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ આવા એક-એક લોકોને શોધીને તેમની મદદ કરવામાં આવી રહી છે. આ પ્રકારની કોઇ પણ ઘટના આપસૌના ધ્યાનમાં આવે તો ચિંતા કર્યા વગર,લોકો શું વિચારશે તેની ચિંતા કર્યા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા પ્રતિનિધિઓને મળીને વ્યાજખોરો સામે ફરિયાદ કરીને, તમે અને તમારો પરિવાર સુરક્ષિત થાઓ.

Reporter: admin

Related Post