News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ પર દશામાંની સાંઢણીની આંખમાં ઘી નીકથલું હોવાના ધતિંગનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાથા

2025-08-03 12:04:03
વાઘોડિયા રોડ પર દશામાંની સાંઢણીની આંખમાં ઘી નીકથલું હોવાના ધતિંગનો પર્દાફાશ કરતી વિજ્ઞાન જાથા


દશામા ની ભૂઇએ કબુલાત કરી કે તે ધતિંગ કરતી હતી અને હવે આવું નહી કરુ  



હાલમાં દશામાંનું વ્રત ચાલી રહ્યું છે તે સમયે જ વડોદરાના વાઘોડિયા  વિસ્તારમાં આવેલા દશામાંના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી વહેતું હોવાની વાત ફેલાતા વિજ્ઞાન જાથા ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ચમત્કારનો પર્દાફાશ કર્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમે આકરા સવાલો કરતા માતાજીની સેવાપૂજા કરનારાઓ ભાંગી પડ્યા હતા અને તેમણે પોતાની ભૂલ સ્વિકારી હતી. સાથે જ વિજ્ઞાન જાથાના અગ્રણીએ તમામ ધર્મોના લોકોને આ પ્રકારના ધતિંગથી દુર રહેવા માટેની અપીલ કરી હતી. દશામાંના મઢમાં સેવા આપતા સિતાબા ગણપતસિંહ ગોહિલે વિજ્ઞાન જાથાની ટીમની તપાસ બાદ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યું હતું. જેમાં તેઓ જણાવે છે કે, આ ઘીના પરચામાં અમે માનતા નથી. લોકોને પરચામાં મનાવું છું. દશ થાળી ઘી શ્રદ્ધાળુઓને બતાવવા માટે ગોઠવી રાખ્યું હતું. જે અમારી ભૂલ છે. અંતમાં તેમણે જણાવ્યું કે, ઘીનું ડિંડક આજથી બંધ કરવાની અમે જાહેરાત કરીએ છીએ. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઇ પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વાઘોડિયા રોડ પર દશામાંની સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ મથકના કર્મીઓ સાથે મેળવવામાં આવી છે. આ સમગ્ર મામલો બેબુનિયાદ તુત સાબિત થયું છે. તેમાં પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે. આ એક લૂંટનુ કારસ્તાન બહાર આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી આવું ચલાવતા હતા. તેમણે કબુલાતનમું આપ્યું છે, અને માફીપત્ર પણ આપ્યું છે. તેમણે લોકોની માફી માંગી અને ષડયંત્ર પુર્વક ઘી નીકળતું હોવાનું જણાવ્યું છે. દશામાં ના વ્રત દરમિયાન આંખમાંથી ઘી નીકળવાની ઘટનાની કબુલાત આપી છે. વિજ્ઞાન જાથાએ 1273 મો સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ પર્દાફાશમાં મદદ કરી છે. લોકોને અપીલ કરીએ છીએ કે, લોકોએ ધતિંગબાજોથી સાવધાન રહેવું જોઇએ. આવા લેભાગુઓથી દુર રહેવા માટે વિજ્ઞાન જાથા અપીલ કરે છે.



દશામાંની ભૂઈ એ લેખિત કબૂલાત આપી
દશા માં ની ભૂઈ એ લેખિત કબૂલાત આપી ઘી નું તરકટ કર્યા નું કબૂલી માફી માંગી લીધી હતી. ભૂઈ ની ૩૫ વર્ષ ની ધતિંગ લીલાને આખરે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી હતી. જાથા એ સાંઢણી તપાસતા ઘરના સદસ્યો નું કારસ્તાન બહાર આવ્યુ. ધાર્મિક છેતરપિંડી કરનારાઓ થી સાવધાન થવા વિજ્ઞાન જાથાએ લોકોને અપીલ કરી હહતી. જાથા એ ૩૫ વર્ષમાં ૨૮૦૦ ઢોંગી ભૂઈમા નો પર્દાફાશ કર્યો છે. 

ભૂઈ ને મુશ્કેલી ના સમયે દશામાં એ મદદ કરી નહીં
ભૂઈ ને મુશ્કેલી ના સમયે દશામાં એ મદદ કરી નહીં જે થી રડી પડ્યા હતા. ભવિષ્ય માં દશા માં ના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાહેંધરી આપી હતી. ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ, પુત્ર ડ્રાઈવર સતીષસિંહ એ કબૂલાતનામા માં સહી કરી આપી હતી. જાથા એ ઘી ના ચમત્કાર ની પોલ ખોલ કરી હતી. વિજ્ઞાન જાથા નો આ ૧૨૭૩ મો સફળ પર્દાફાશ. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યૂટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી પટેલ, સબ ઇન્સ્પેક્ટર ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓ એ પર્દાફાશ માં મદદ કરી હતી. ભૂઈ સીતાબા અને પુત્ર ની અટકાયત પોલીસે કરી હતી.

ચમત્કારો થી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે
ચમત્કારો થી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે. દશા માં ના વ્રત ના સમાપને આખરે આ ભૂઈ નો ભાંડાફોડ થયો હતો. દશામાં ની ભૂઈ ને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી હતી. ઢોંગી ભૂઈ અને આવા ધતિંગબાજો થી સાવધાન રહેવા વિજ્ઞાન જાથા એ અપીલ કરી હતી.વડોદરા માં વિજ્ઞાન જાથા ના ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા

35 વર્ષથી ચાલતી ધતિંગલીલા બંધ કરાવી છે.
વાઘોડીયા રોડ પર સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની માહિતી મળી હતી અને તપાસમાં મામલો બેબુનિયાદ સાબિત થયું ચે. ભૂઇ અને તેના પરિવારનું ષ઼ડયંત્ર હતું. 35 વર્ષથી ચાલતી ધતિંગલીલા બંધ કરાવી છે. તેણે લોકોની માફી માગી કબુલાત આપી છે. આર્થિક લાભ માટે ભૂઇ અને તેના પરિવારે આ કૃત્ય કર્યું હતું. લોકોએ ધતિંગ કરનારાઓ સામે સાવધાન રહેવું જોઇએ 
જયંત પંડ્યા, વિજ્ઞાન જાથા

Reporter: admin

Related Post