News Portal...

Breaking News :

અમદાવાદ ખાતે ભારતીય સંસ્કૃતિના પુરોધા ઋષભાયન સેમીનારનો દબદબાભેર પ્રારંભ થયો

2024-10-19 16:09:26
અમદાવાદ ખાતે ભારતીય સંસ્કૃતિના પુરોધા ઋષભાયન સેમીનારનો દબદબાભેર પ્રારંભ થયો


વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જૈન એકેડેમીના કોઓર્ડીનેટર તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અમદાવાદ નવરંગપુરા દિનેશ હોલ ખાતે સેમીનાર નો પ્રારંભ થયો હતો. 


આ સમગ્ર કાર્યક્રમ લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ તથા શાહીબાગ ગિરધરનગર જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે આ સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ભારતભરમાંથી બૌધ્ધીકોએ મોટી સંખ્યામાં સ્કૉલરએ ભાગ લીધો હતો.આજના કાર્યક્રમમાં ગચ્છાધિપતિ આચાર્ય રાજ્ય સુરીશ્વરજી મહારાજા, આચાર્ય યશોવર્મા સુરીશ્વરજી,આચાર્ય ભાગ્યેશસુરી ,મુનિ તીર્થયશ વિજયજી તથા સાધ્વીજી ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી હતી.આજ ના સેમીનાર ને સંબોધન કરતા કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલે જળ સંચય કરવા માટે સેકડો વર્ષો પહેલાં ભગવાન ઋષભદેવે જે સંદેશો આપ્યો તે આપડે બધાએ જીવનમાં ઉતારવો પડશે એમ ભારપુર્વક જણાવ્યું હતું.


દરમિયાનમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ ઋષભદેવ અને મહાદેવ ભોળાનાથ ની પરંપરા કેવી રીતે એક બીજા સાથે જોડાયેલી છે તેના ઉપર સુંદર દ્રષ્ટાંતો આપી સમજાવ્યું હતું. સમસ્ત મહાજન અને એનિમલ વેલફેર ના ગિરિશભાઈ શાહ, પુના ફોર્સ કંપનીના ચેરમેન અભય પિરોદીયા, ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલ , કરછ યુનિવર્સિટીના ડો પંકજ ઠાકર, સિગ્મા યુનિવર્સિટીના ડીન પ્રો જગદીશ સોલંકી, સેન્ટ્રલ યુનિવર્સિટીના ડો મિલિંદ સોલંકી,સુમનદીપ વિદ્યાપીઠ ના પુરણીમાબેન મહેતા,રશ્મિકા શાહ, ધારાસભ્ય કમલેશભાઈ શાહ , અમદાવાદ ના મેયર પ્રતિભાબેન જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post