કાર્યક્રમમાં, બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના ડિરેક્ટર રાજયોગીની સરલા દીદીજીને તેમની છઠ્ઠી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અંતર્ગત, ૫ જૂન થી 21 જૂન સુધી આરોગ્ય સંબંધિત નિઃશુલ્ક શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કમિશનરએ કર્યું અને જેનું સંચાલન યોગચાર્ય દુષ્યંત ભાઈ અને યોગાચાર્ય નયનાબેન મોદી દ્વારા કરવામાં આવશે.
૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, અટલાદરા સેવાકેન્દ્ર ખાતે પર્યાવરણ સંરક્ષણ માટે જણજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મહેમાન મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુજી સેવાકેન્દ્ર પર પધારેલ હતા. તેમના સ્વાગતમાં સ્વાગત નૃત્ય બાદ તેમને શુભેચ્છા પાઠવી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત દ્વારા કરવામાં આવી હતી જેમાં અરુણ સર એ પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં પોતાના મૂલ્યવાન વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે હું એક આનંદ ની અનુભૂતિ કરી રહ્યો છું કે મને આવા પવિત્ર આધ્યાત્મિક સ્તરે પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમમાં સહભાગી બનવાનું આમંત્રણ મળ્યું છે કે જ્યાં વડીલો યુવાનો તેમજ બાળકોનને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

ઘણા વરસો થી મેં બ્રહ્માકુમારીઝ સંસ્થા અને સંસ્થામાં જોડાયેલા ભાઈ બેહેનોને સમાજની શાંતિપૂર્ણ સર્વાંગીણ સેવા કરતા જોયા છે. તેથીજ આજે સરકાર અને વહીવટી તંત્ર પણ બ્રહ્માકુમારીઝ આવા સામાજિક કલ્યાણના કાર્યોમાં ભાગીદાર બનાવી રહ્યા છે. આજે વડોદરામાં, VMC એ આધુનિક તકનીકો દ્વારા ત્રીસ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય પણ લીધું છે. જે શેહરના લગભગ તમામ વિસ્તારોમાં જનભાગીદારીથી વાવવામાં આવશે. જરૂર પડયે VMC દ્વારા વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ મશીન પણ વસાવવામાં આવી રહ્યું છે જેથી વૃક્ષોને પુનઃ સ્થાપિત કરી શકાય અને ખાતરી આપીકે વહીવટીતંત્ર વતી, અમે પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં સમાજના દરેક વર્ગને હંમેશા સહયોગ આપવા તૈયાર રહીશું. સેવાકેન્દ્ર ના ઇન્ચાર્જ બી.કે. ડો. અરુણાદીદી એ મહેમાનોને છોડ અર્પણ કર્યા તેમજ સૌએ સાથે મળીને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી. સાથે સાથે કમિશનર સાહેબ અરુણાદીદી તેમજ મંચસ્થ મહેમાનોએ સેવાકેન્દ્ર માં વૃક્ષારોપણ કર્યું. આ પછી, સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત "પૃથ્વી બચાઓ" થીમ પર બાળકો માટે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં, બાળકોએ સ્ટેજપરથી તેમની બાળપ્રતિભા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ રજુ કર્યો. બાળકોને પર્યાવરણ સંબંધિત જવાબદારીઓ અને જરૂરીયાતો વિષે સમજાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે કુદરતી રીતે આપણી સમૃદ્ધ પૃથ્વી આપણું ભવિષ્ય છે. કાર્યક્રમમા મનોચિકિત્સક ડો. વિશાલભાઈ શાહ તેમજ પ્રી સ્કૂલ એસોશિએશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આરતીબેન ગૌતમ પણ મુખ્ય મેહમાન તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકો માટે પર્યાવરણીય સંદેશ સંબંધિત ફેન્સી ડ્રેસ અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંતે બ્રહ્મભોજન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો.



Reporter: admin