વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં ઇંડાની લારી ધારક જોડે પોલીસ કર્મીઓ દ્વારા ઇંડાની લારી ધારકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટનામાં ઇંડાની લારી ચલાવનાર શખ્સ પોલીસની ગાડી જોડે ઘસડાયો હતો. અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીજી તરફ આ ઘટનાના આરોપી પોલીસ જવાન મોહંમદ સશીર સલીમ, રધુવિર ભરતભાઇ અને કિશન પરમાર સામે સયાજીગંજ હત્યાના ગુનો નોંધવામાં આવ્યો છે.
તમામની અટકાયત બાદ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ સમક્ષ ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જો કે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુત્રો જણાવી રહ્યા છે કે, પોલીસ દ્વારા લારી ધારકને મારવા માટે લાકડી સિવાય અન્ય કોઇ સાધનનો ઉપયોગ કર્યો હતો કે કેમ સહિતના સવાલોના જવાબ મેળવવા અંગે તપાસ કરવામાં આવશે. પરંતુ આરોપીઓ કાયદાના જાણકાર હોવાથી તપાસમાં સહકાર આપતા નથી.
Reporter: News Plus