વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનું રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. જ્યારે પિતા-પુત્રની હાલત ૧ગંભીર છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખુલ્યું છે. હવે શેરડીના રસમાં ઝેર કોણે ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે. મૃતક સસરા અને પુત્રવધૂના પરિવારના મોભીએ પોલીસ જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ પછી પરિવારના મોભીએ ઝેર પી લેતાં તેમને પણ સારવાર માટે ખસેડાયા છે. હાલ પિતા-પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પોલીસે જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે પણ ઝેર પી લેતાં સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચેતન ભાઈ સામે 302ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા જોવા મળ્યા હતા.આ કિસ્સા મા મૃતકો ની અંતિમ ક્રિયા કરી દેવતા ચેતન સોની સામે પુરાવાના નાશ કરવા તેમજ ઝેરી પદાર્થ ક્યાં થી લાવ્યો વગેરે વગેરે ગુના દાખલ થઇ શકે છે પરંતુ ચેતન સોની પણ હાલ દવાખાના મા છે તો પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ઘરી છે.
....
Reporter: News Plus