અમદાવાદ : બાપુનગર વિસ્તારમાં કાકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો છે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દર્દીની લાશને સ્વીકારશે નહીં તેમ જણાવ્યું છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈને વ્યક્તિને મોડી રાત્રે દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યો હતો. આજે સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું છે. જેથી, પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી અને હોબાળો મચાવ્યો છે.

આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી છે.
મૃતક અરવિંદભાઈના ભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાત્રે અમે તેમને દુખાવો થતા સારવાર માટે કાકડિયા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારે તેમને ઇન્જેક્શન આપ્યું હતું અને દવા આપી હતી.
ત્યારબાદ સવારે જ્યારે આવ્યા ત્યારે તેમના રિપોર્ટ કર્યા હતા અને તેમાં કહ્યું હતું કે તેમની નળી બ્લોક છે જેથી તેમને ઓપરેશન કરવા માટે અંદર લઈ ગયા હતા અને એક નળી નાખી અને ઓપરેશન કર્યું હતું. જ્યારે તેઓ અમને નળી બતાવતા હતા ત્યારે એક નળી તૂટેલી હતી અને વિમાન જેવું દેખાતું હતું.
જેથી, તેઓએ કહ્યું હતું કે આ નળી ફાટી ગઇ છે. અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી સારા થઈ જશે.
પરિવારજનો દ્વારા હંગામો કરવા
Reporter: admin