વડોદરા : શહેરના કહાર સમાજના લોકો ગાયકવાડી શાસનથી વડોદરા ખાતે વસવાટ કરવા આવ્યા હતા. ત્યારથી આ સમાજના હોળી પછીના સાત દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

આ પરંપરા વર્ષો બાદ આજે પણ જળવાયેલી છે. હોળી પછીની સાતમ આ વર્ષે શુક્રવારે 21 તારીખના રોજ છે જે નિમિતે વડોદરાના પ્રતાપ નગર ખાતે આવેલા સિંધવાઈ માતા મંદિર ખાતે સાતમના દિવસે મેળો ભરાય છે. સાંજે ધુળેટી જેવો ગુલાલ ઉત્સવ ઉજવવામાં આવે છે.કહાર સમાજના અગ્રણી દયારામ કહારે આ અંગે જણાવ્યું હતું કે, સમાજના યુવક યુવતીઓ જેમના લગ્ન નક્કી થયાસામા પક્ષે પરિવાર વાળા સાકરનો હાર પહેરાવે છે. જ્યારે છોકરાને ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે.

ત્યારબાદ કાર સમાજની લગ્નસરા શરૂ થાય છે.ખાસ કરીને દિવાળી જેવો આ તહેવાર કહાર સમાજમાં ઉજવવામાં આવે છે જેમાં ગમે તેટલા મોંઘા કપડા પહેર્યા હોય તો પણ ગુલાલથી રમવાની પરંપરાશે. વડોદરા શહેરમાં અંદાજે 50 હજાર જેટલા કાર સમાજના લોકો વસે છે. આ તહેવારમાં લગ્ન નક્કી થયા હોય તેવા અમદાવાદ, ભાવનગર, સુરત, હિંમતનગર, રાજપીપલા, ભરૂચ નડિયાદ થી સમાજના લોકો ભાગ લે છે.આ સમાજના હોળી પછીના સાત દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉમંગ, ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય છે.



Reporter: admin







