કેનેડા : અહીંની ગુપ્તચર એજન્સી CSISના ઉપપ્રમુખ વેનેસા લોયડનો દાવો છે કે' કેનેડાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચીન તરફથી AIનો ઉપયોગ કરવામાં આવશે. તથા ભારત સરકારમાં પણ કેનેડાની લોકતાંત્રિક પ્રક્રિયા પર દખલ કરે તેવી ક્ષમતા છે.'
કેનેડાએ ચૂંટણી પહેલા ભારત પર અતિગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો આરોપ છે કે ત્યાંની ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે કારણ કે અત્યારે બંને દેશોના સંબંધ ખરાબ છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર કેનેડાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ આગામી 28 એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
Reporter: admin