વોશિંગ્ટન : કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવા દબાણ કર્યા બાદ હવે આવું દબાણ ગ્રીનલેન્ડ પર કરી રહ્યા છે, જેના કારણે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યૂટ એગેડ નારાજ થયા છે.
વાસ્તવમાં ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટે કુદકા મારી રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સની પત્ની ઉષા વેન્સ અને એક અમેરિકન પ્રતિનિધિમંડળને આ સપ્તાહે ગ્રીનલેન્ડ મોકલવાનો નિર્ણય લીધો છે, જેનો ગ્રીનલેન્ડના વડાપ્રધાને વિરોધ કરી કહ્યું કે, ‘ટ્રમ્પનો આ નિર્ણય ખૂબ જ આક્રમક વલણ સમાન છે.’ પીએમ એગેડે અમેરિકા પર ગ્રીનલેન્ડના રાજકીય મામલામાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ કર્યો છે.વ્હાઈટ હાઉસે રવિવારે જાહેર કરી છે કે, ‘અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, પત્ની ઉષા વેન્સ અને પુત્ર એક અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે આ સપ્તાહે ગ્રીનલેન્ડની મુલાકાત કરશે.’
અમેરિકાના આ નિર્ણય પર પીએમ એગેડે કહ્યું કે, ‘પ્રતિનિધિમંડળમાં અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વાલ્ટ્ઝ પણ સામેલ થશે.’અમેરિકા આ ત્રણ કારણસર ગ્રીનલેન્ડ ગળી જવા તત્પર થયું છે. 1) ગ્રીનલેન્ડ કુદરતી સંસાધનોથી ભરપૂર ટાપુ-દેશ છે. તેના પેટાળમાં ખનિજ તેલ, ગેસ અને દુર્લભ ખનિજ તત્વોનો વિપુલ ભંડાર ભર્યો પડ્યો છે, જેના પર કબજો કરીને અમેરિકા વધુ સમૃદ્ધ થવા માંગે છે. 2) આર્ક્ટિક સમુદ્રમાં ગ્રીનલેન્ડનું સ્થાન વ્યૂહાત્મક છે. એના પર કબજો કરીને અમેરિકા સમગ્ર યુરોપ, એશિયા અને રશિયાની વધુ નજીક 'સરકી' શકે એમ છે. યુદ્ધ જેવી સ્થિતિમાં ગ્રીનલેન્ડ પર પોતાના સૈન્ય દળો તૈનાત હોય તો અમેરિકા વધુ આસાનીથી બાકીની દુનિયા પર મિસાઈલ હુમલા કરી શકે છે.
Reporter: admin