News Portal...

Breaking News :

સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માટેનું ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર દ્વા

2025-01-31 13:44:15
સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માટેનું ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર દ્વા


સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપના ચાલુ સભ્ય ‌ કમલેશ શેઠ ના અવસાન બાદ ખાલી પડેલ જગ્યા ઉપર સાવલી નગરપાલિકા વોર્ડ નંબર ૨ ની પેટા ચૂંટણી યોજાઈ રહી. 


ત્યારે આજરોજ કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમાર વોર્ડ નંબર બેમાંથી સાવલી તાલુકા સેવાસદન જઈને પ્રાંત અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરધ્ધ કર્યું. કોંગ્રેસના જિલ્લા પ્રમુખની જશપાલસીહ પઢિયારની આગેવાનીમાં. ફોર્મ સુપ્રધ્ધ કરવામાં આવ્યું. સાવલી નગરમાં ચાલતા કામો અંગે જશપાલસિંહ પઢિયાર દ્વારા જણાવવામાં આવ્યું કે સાવલીમાં રોડ રસ્તા સારા હોવા છતાં પણ અત્યારે સારા રોડ તોડીને સરકારી પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.સાવલીમાં ખુલ્લેઆમ ગટરો નું પાણી જાહેર રોડ ઉપર વહી રહ્યું છે. 


જાહેર રોડ ઉપર ગટરોનું પાણી ઉભરાતા લોકોને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખોટા કામોની આરટીઆઇ કરવામાં આવે છે તો આરટીઆઇ નો પણ જવાબ નથી મળી તેવું જશપાલસિંહ પઢિયાર દ્વારા જણાવવામાં આવ્યું.મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે 24 માંથી 8 ઉમેદવાર કોંગ્રેસના છે તો ભ્રષ્ટાચાર કે ખોટા કામનો વિરોધ કેમ નથી થઈ રહ્યો.

Reporter: admin

Related Post