નોડલ અધિકારીઓ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ કામગીરી કરે ચૂંટણી નિરીક્ષકો શ્રી જી. જગદીશા વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહ,ચૂંટણી નિરીક્ષકશ્રી જી.જગદીશા, ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી સત્યપાલ કુમાર,પોલીસ નિરીક્ષક નિવેદિતા કુમારની ઉપસ્થિતિમાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી નિરિક્ષકોએ નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે,લોકસભાની સામાન્ય ચૂંટણીના સુચારુ અને અસરકારક સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બિજલ શાહે ૨૦ જેટલા તંત્રના અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ચૂંટણી નિરીક્ષક શ્રી જી. જગદીશાએ વડોદરા લોકસભાની મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે નોડલ અધિકારીઓને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અને સૂચનાઓ મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી ચૂંટણી. લક્ષી કામગીરીથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.ચૂંટણી ખર્ચ અને ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ ટીપ અંતર્ગત શહેર જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.આ ઉપરાંત તમામ નોડલ અધિકારીઓ કરેલ કામગીરીની વિગતો આપી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક સહિત નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus