News Portal...

Breaking News :

VCCI દ્વારા ડિરેક્ટરીનું વિમોચન (GCCI) ના વરિષ્ઠ ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં કરવામ

2025-01-22 20:23:02
VCCI દ્વારા ડિરેક્ટરીનું વિમોચન  (GCCI) ના વરિષ્ઠ ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં કરવામ



વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) દ્વારા તેમના સભ્યો તેમજ વડોદરા અને આસપાસના ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડવા માટે સતત છેલ્લા ૫૦થી વધુ વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. ઉદ્યોગકારોના પ્રશ્નોને સરકાર સુધી પહોચાડવા તેમજ તેનું નિરાકરણ લાવવાની દિશામાં VCCI દ્વારા હંમેશા કામ કરી રહ્યું છે, ત્યારે આજરોજ વધુ એક વખત ઉદ્યોગકારોને એકબીજા સાથે જોડવા માટેના પ્રયાસના ભાગ રૂપે VCCI દ્વારા એક ડિરેક્ટરી તૈયાર કરવામાં આવી છે. જેનું વિમોચન આજરોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના વરિષ્ઠ ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. 
ડિરેક્ટરી વિમોચન પ્રસંગે VCCI નાં તત્કાલીન પ્રમુખશ્રી એમ .ડી. પટેલનું સન્માન કરવામાં આવ્યું. VCCI નાં સભ્યો તેમજ મધ્ય ગુજરાતના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ તેમજ તેમને પ્રોત્સાહન આપવામાં તેમના ઉચ્ચ સહયોગ માટે આજે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. 
ડિરેક્ટરી બનાવવામાં જેમનો સૌથી મોટો ફાળો છે તેવા ડિરેક્ટરી કમિટીના ચેરમેન અને VCCIના ઉપપ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યુ હતુ કે, વીસીસીઆઈ ડિરેક્ટરી 2025માં ૩૫૦૦થી વધુ ઉદ્યોગકારોને સમાવિષ્ઠ કર્યા છે.  તદુપરાંત આ ૫૦૦ પેજની ડિરેક્ટરી માં અમારી સાથે જોડાયેલા ૨૭ એસોસિએશન્સ ને પણ પૂરતી જગ્યા ફાળવવામાં આવી છે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિઝનેસ વિઝન ૨૦૪૭ ને આગળ વધારવામાં વડોદરાના ઉદ્યોગકારો VCCI સાથે જોડાઈ આગળ વધશે તેવી જ અમારી અભ્યર્થના છે. દેશનો વિકાસ જ આપણો વિકાસ અને આપણો વિકાસ એ જ દેશનો વિકાસ છે. 


તેમણે ઉમેર્યું હતું કે, આગામી તા. ૧૦-૧૧-૧૨ એપ્રિલ ૨૦૨૫માં રોજ યોજાનાર GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પો ૨૦૨૫ના આયોજન અંગેની માહિતી આપવા તેમજ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા ખાસ રોડ શોનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં GCCI ટીમ પણ ખાસ જોડાઈ હતી. એક્સ્પોનું આયોજન અમદાવાદ ખાતે સાયન્સ સિતીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું છે. 
એક્સ્પો બાબતે વધુ વિગત આપતા શ્રી હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ૧૦૦૦૦ ચોરસ ફૂટથી વધારે જગ્યામાં ૩૦૦થી વધારે સ્ટોલ તૈયાર કરાયા છે. જેમાં જુદા જુદા ૬ સેકટરર્સ છે. જેમાં ૧૦થી વધુ રાજ્યોના પ્રતિનિધિ ઉદ્યોગકારો હાજરી આપનાર છે. વધુમાં તેમણે એક્સ્પોનો લાભ લઈ નવી ટેકનોલજીથી માહિતગાર થવા વડોદરા અને મધ્ય ગુજરાતના તમામ ઉદ્યોગકારોને વિનંતી કરી. 
GCCI દ્વારા GATE-2025 ના સંદર્ભમાં સફળ રોડ-શો નું આયોજન
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI)ના મૂલ્યવાન સહયોગથી "GATE 2025 રોડ-શો" નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત રોડ શો GCCI દ્વારા આયોજિત GCCI એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE) વિષે વિસ્તૃત માહિતી આપવા યોજાયો હતો. એક્સ્પો તારીખ 10 થી 12 એપ્રિલ, 2025 દરમિયાન વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી અમદાવાદ ખાતે યોજાશે.
આ રોડ શોમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને તમામ ક્ષેત્રોના મુખ્ય સ્ટેક હોલ્ડર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. પ્રસ્તુત રોડ શો થકી GCCI એકસ્પો "GATE 2025" ના વિવિધ ઉદ્દેશ્યો તેમજ 'વિકસિત ભારત 2047"ની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને ફળીભૂત કરવાના મિશનને પ્રોત્સાહન આપવા માટે તેમજ તેને ગુજરાતવાસીઓ અને ઉદ્યોગકારો સુધી પહોચાડવાનો છે. ઉપરાંત રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે ઇનોવેશનના સહિયારા પ્રયત્નો તેમજ સસ્ટેનેબિલિટીને "GATE 2025” દ્વારા પ્રદર્શિત કરવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
રોડ શોમાં GCCI અને VCCIના મુખ્ય પ્રતિનિધિઓએ GATE 2025 વિષે તેમજ GCCI અને VCCIની વિવિધ પ્રવૃત્તિઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. તેઓએ GATE 2025ના મહત્વને ધ્યાનમાં રાખીને સહયોગ અને પ્રોત્સાહન આપવા, તેમજ વિવિધ ઔધોગિક પ્રવૃત્તિઓમાં નવીનતા લાવવા અને વ્યવસાયની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે 

GATE 2025 એક યોગ્ય પ્લેટફોર્મ બની રહેવા બાબતે ભાર મૂક્યો હતો. પ્રસ્તુત વક્તાઓમાં રાજેશભાઈ ગાંધી ( ઉપપ્રમુખ, GCCI), અપૂર્વ શાહ (ઉપપ્રમુખ, GCCI), ગૌરાંગ ભગત ( મંત્રી, GCCI) અને તુષાર પરીખ (GATE ના ચેરમેન) નો સમાવેશ થયો હતો. 
આ પ્રસંગે VCCIનું પ્રતિનિધિત્વ અંકુર પટેલ (પ્રમુખ), હિમાંશુ પટેલ ( ઉપપ્રમુખ), નીપમ દેસાઈ (ઉપપ્રમુખ) અને જલેન્દુ પાઠક (માનદ્ મંત્રી) એ કર્યું હતું. તેઓએ GATE 2025 દ્વારા પ્રાપ્ત થનાર નેટવર્કિંગ, ઇનોવેશન અને ક્રોસ- ઉદ્યોગ ભાગીદારીને ફળીભૂત કરતી તકો બાબતે વાત કરી હતી. આ ઇવેન્ટે વડોદરાના વેપારી સમુદાયને પ્રદર્શકો. પ્રાયોજકો અને મુલાકાતીઓ તરીકે વૃદ્ધિ અને વિકાસ માટે GATE 2025નો લાભ લેવા માટે સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.



પ્રસ્તુત રોડ શો થકી “GATE 2025” ના વિવિધ લાભ પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં એકસ્પોમાં પ્રદર્શિત થનાર વિવિધ ઉદ્યોગો જેવાકે રિન્યુવેબલ એનર્જી અને ગ્રીન ટેક, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ અને આઇટી, ઓર્ગેનિક ફૂડ એન્ડ ફૂડ-ટેક, ઈકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ, MSMEs, સ્ટાર્ટઅપ્સ અને મહિલા ઉદ્યોગસાહસિકો ખાસ છે. 
૧૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુની વિશાળ જગ્યામાં ૩૦૦થી વધારે સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઉદ્યોગકારો દ્વારા તેમના વિવિધ ઇનોવેશન પ્રદર્શિત કરવામાં આવશે.
VCCIના ઉપપ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, GATE 2025 દ્વારા વડોદરાના ઉદ્યોગકારોને નેટવર્કિંગ તકો, અદ્યતન નવીનતાનું પ્રદર્શન અને સમગ્ર ઉદ્યોગોમાં સહયોગ પ્રાપ્ત કરવા સહિત, વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે આ પ્લેટફોર્મ આવકાર્યા છે. 



GATE 2025 રોડ શોએ વડોદરામાં વિવિધ વ્યવસાયો વચ્ચે લાયઝનને પ્રોત્સાહન આપતા આગામી ટ્રેડ એકસ્પો વિશે જાગૃતિ લાવવા માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે ભાગ ભજવ્યો હતો. રોડ શો થકી GATE 2025 દ્વારા પ્રાપ્ત થનાર અનેકવિધ તકો પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં નેટવર્કિંગની સુવિધા, વ્યાપાર-ઉદ્યોગ લક્ષિત વિવિધ સોલ્યૂશન્સ અને વિવિધ ઉદ્યોગોમાં ભાગીદારી પ્રાપ્ત કરવા અંગેનો સમાવેશ થતો હતો. 





વ્યાપાર- ઉદ્યોગના વિકાસ માટે એકસ્પો GATE 2025ના વિસ્તૃત પ્લેટફોર્મનો લાભ લેવા માટે વિવિધ વ્યવસાય, પ્રદર્શકો. પ્રાયોજકો અને મુલાકાતીઓ તરીકે સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રોડ શોએ GCCIની પ્રગતિને આગળ વધારવા અને સહયોગ તથા પ્રોત્સાહન આપવા માટેની પ્રતિબદ્ધતાને સફળતાપૂર્વક રેખાંકિત કરી હતી અને GATE 2025ની પરિવર્તનશીલ સંભાવનાઓ તેમજ વિકસિત ભારત 2047ની વિઝનને પરિપૂર્ણ કરવાના તેના મિશન પર ભાર મુક્યો હતો.

Reporter: admin

Related Post